ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેમણે આજે અમદાવાદ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ગાંઘી આશ્રમમાં 30 મિનિટ સમય પસાર કર્યો હતો. અમદાવાદ અને ગાંઘીનગર ખાતે તેમ
નેલ્શન મંડેલાના જીવન પર ગાંધીજીના પ્રભાવને લઈને પણ જામકારી મેળવી હતી. ગાંધીનગરમાં જીએનએલયુના કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપશે. વિવિધ સુવિધાઓનું ઈ લોકાર્પણ અને ખાતમૂહુર્ત પણ તેના હસ્તે કરવામાં આવશે.
ગાંઘીનગરમાં ‘એકસલન્સ ઈન હાયર એજ્યુકેશન’ કાર્યક્રમ યોજાશે. જેમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી અને શિક્ષણ રાજ્ય મંત્રી કુબેરભાઈ ડિંડોર ઉપસ્થિત રહેશે.
ગુજરાત શિક્ષણ વિભાગ અને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ઉપક્રમે યોજાનાર આ કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ ધનખડના હસ્તે આ પ્રસંગે વિવિધ પ્રકલ્પોનો ડિજિટલી શિલાન્યાસ ઉપરાંત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેક્નોલોજી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટઅમદાવાદ ખાતે તેમજ સેન્ટર ઑફ એક્સલન્સ ઇન ડ્રોન ટેક્નોલૉજીનું ઇ-લોકાર્પણ કરશે.
આ પ્રસંગે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાના લાભાર્થીઓને શિષ્યવૃત્તિ અને યોજના અંતર્ગત લાભાર્થીઓને સ્ટાઈપેન્ડનું વિતરણ પણ કરવામાં આવશે. SHODH- ScHeme Of Developing High quality research યોજના અંતર્ગત વિવિધ વિષયોમાં સંશોધનને પ્રોત્સાહન આપવા માટે, ગુજરાત સરકારે યુનિવર્સિટીઓમાં ગુણાત્મક સંશોધન (પીએચડી)ને પ્રોત્સાહન આપવા માટે સંશોધન કરનાર વિદ્યાર્થીને ૨ વર્ષમાં કુલ રૂ.૪ લાખની નાણાકીય સહાય આપવામાં આવે છે આ યોજના હેઠળ અત્યાર સુધી ૧,૭૪૬ વિદ્યાર્થીઓને રૂ. ૪૨.૬૯ કરોડની આર્થિક સહાય આપવામાં આવી છે. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) યોજના હેઠળ હાલ સુધીમાં 344909 વિદ્યાર્થીઓને રૂ. 1477.79 કરોડની આર્થિક સહાય આપવામાં આવી છે. વર્ષ 2022-23 દરમિયાન 70,000 વિદ્યાર્થીઓને રૂ. 350 કરોડની નાણાકીય સહાય પૂરી પાડવાની જોગવાઈ કરવામાં આવી છે.