અરવિંદ કેજરીવાલ રવિવારથી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. કેજરીવાલના એક પછી એક પ્રવાસો ગુજરાતમાં ચૂંટણી પહેલા યોજાઈ રહ્યા છે ત્યારે અત્યારે આમ આદમી પાર્ટી અને ગુજરાતમાં બીજેપી વચ્ચે ગરમા ગરમીનો માહોલ જોવા મળી રહ્યું છે. ગોપાલ ઈટાલિયાના વીડિયો બાદ રાજકારણ ગરમાયું છે. ત્યારે ઈટાલિયા અત્યારે સવાલોથી ઘેરાયેલા છે. કેમ કે, ગોપાલ ઈટાલિયાની પીએમ મોદી અને તેમના માતા પરની વિવાદીત ટીપ્પણીઓને વીડિયો વાયરલ થતા કેન્દ્રીય મંત્રીઓથી લઈને સ્થાનિકો દ્વારા ઈટાલિયાના વીડિયો વાયરલના નિવેદનને લઈને નિંદા કરવામાં આવી રહી છે.
ગોપાલ ઈટાલિયાએ પણ સામે આ મામલે પ્રતિક્રિયાઓ આપી છે ત્યારે આ સમયમાં કેજરીવાલનો પ્રવાસ બે દિવસ બાદ ગુજરાતમાં યોજાઈ રહ્યો છે. દર વખતે કેજરીવાલ દ્વારા બીજેપીની પ્રતિક્રિયા બાદ તેમના પર આકરા પ્રહારો કરવામાં આવતા હોય છે. ત્યારે રવિવારથી બે દિવસ તેઓ ગુજરાતમાં 4 જનસભાને સંબોધન કરી રહ્યા છે. ત્યારે આ મામલે પણ તેઓ પ્રતિક્રીયા આપે તેવી શક્યતાઓ છે.
અરવિંદ કેજરીવાલ 16 અને 17 તારીખથી સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે જ્યાં તેઓ ભાવનગર, આણંદ સહીત વિવિધ જગ્યાએ જંગી સભા કરશે. આ બે દિવસની અંદર કયા મુદ્દા છેડે છે તેને લઈને પણ જોવાનું રહ્યું. આ બે દિવસમાં નવી ગેરન્ટીઓ સામે આવી શકે છે
અગાઉ કેજરીવાલ આવ્યા છે ત્યારે પણ તેઓ આવતા પહેલા કોઈને કોઈ વાતને લઈને લાઈમ લાઈટમાં રહ્યા છે. ખાસ કરીને તેમને અગાઉ અમિત શાહ ગુજરાતના સીએમ બનશે તેને લઈને પણ ટ્વિટ કર્યું હતું. આ ઉપરાંત અન્ય મુદ્દાઓ જેમ કે, રીક્ષા ચાલકને ત્યાં જમવા જતા પહેલા વીડિયો વાયરલ થવો એ તમામ બાબતોને લઈને ચર્ચામાં રહેતા છે. તેમની વિવિધ મુલાકાતે રાજ્ય અને દેશમાં ચર્ચા જગાવી છે ત્યારે આ વખતે આવતા પહેલા આપના નેતા ઈટાલિયાના વાયરલ વીડિયો તેમજ અન્ય આપના મંત્રી હિન્દુ મામલે વાયરલ થયેલા વીડિયો મામલે પણ તેઓ મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરી શકે છે. જેથી તેમણે આ સવાલોનો સામનો પણ ગુજરાત મુલાકાતમાં કરવો પડી શકે છે.