દાહોદમાં જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી શીતલ વાઘેલાએ દિવાળી મેળાનો પ્રારંભ કરાવ્યો

માહિતી બ્યુરો શાર્દુલ ગજ્જર : વિવિધ હસ્તકલાની સુંદર વસ્તુઓનું વેચાણ આગામી તા. ૧૩ ઓક્ટોબર સુધી ચાલશે

જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી શીતલબેન વાઘેલાએ દાહોદ નગરમાં દિવાળી મેળાનો પ્રારંભ કરાવ્યો છે. વિવિધ હસ્તકલાની સુંદર વસ્તુઓનું વેચાણ અહીંના ગોવિંદ નગર ખાતે આવેલા જ્ઞાનદીપ ખાતે આગામી તા. ૧૩ ઓક્ટોબર સુધી ચાલશે. સુશ્રી શીતલબેન વાઘેલાએ નાગરિકોને આ દિવાળીએ હસ્તકલાની વસ્તુઓ ખરીદીને કલાકારોને પ્રોત્સાહિત કરવા જણાવ્યું હતું.

ગુજરાત રાજ્ય કમિશ્નરશ્રી કુટીર અને ગ્રામોધોગ અને જિલ્લા ઉધોગ કેન્દ્ર દાહોદ દ્વારા આયોજિત હસ્તકલા મેળાનું આયોજન આજે ગોવિંદ નગર ખાતે કાર્યક્રમ યોજી કરવામાં આવ્યું હતું. જેમાં જીલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી શીતલબેન વાઘેલાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હસ્તકલા કારીગરો દ્વારા ઉત્પાદન કરેલ આઈટમો જેવી કે રૂમાલ, રંગછાપ, હસ્તકલા બનાવટ, લાઈટ સ્ટેન્ડ, પગ લુછનિયા, વગેરે વિવિધ પ્રકાર ની આઈટમોનું ઉત્પાદન કરવામાં આવેલ વસ્તુઓનું વેચાણ માટે હસ્તકલા પ્રદર્શન રાખવામાં આવ્યુ છે.

આ પ્રદર્શન આગામી તા. ૧૯ ઓક્ટોબર સુધી ગોવિંદ નગરમાં આર્શીવાદ ઈમેજીગ સેન્ટરની સામે આવેલા જ્ઞાનદીપ ખાતે ખુલ્લો રહેશે. કાર્યક્રમમાં જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર દાહોદ મહેશકુમાર વસૈયા તથા EDI જીલ્લા કૉ.નેટર રોહિત વર્મા તેમજ આસી. કૉ.નેટર નવીનભાઈ બારિયા આ હસ્તકલા કાર્યક્રમમાં હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.