પોરબંદર ખાતે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયનનુ વિરોધ પ્રદર્શન

પોરબંદર ખાતે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયનના કર્મચારીઓ દ્વારા વિરોધ નોંધાવવામા આવ્યો હતો. જેમાં વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઇઝ યુનિયન કર્મચારીઓની વિવિધ પડતર માંગણીઓને લઈને પોરબંદર રેલ્વે સ્ટેશન ખાતે ધરણા અને રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો. વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઇઝ યુનિયનના કર્મચારીઓ એક દિવસીય ભૂખ હડતાળ તેમજ ધરણાં પ્રદર્શન કરી કર્મચારીઓ દ્વારા રેલી યોજી સુત્રોચ્ચાર કરાયા હતા. વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઇઝ યુનિયન કર્મચારીઓ દ્રારા OPS લાગુ કરવા સહિતની વિવિધ પડતર માંગણીઓને ધરણા અને રેલી કાર્યક્રમ યોજી વિરોધ નોંધાવ્યો હતો.

  • ભારતીય રેલનુ ખાનગીકરણ અને નીગમીકરણથી બચાવવું
  • એનપીએસ રદ્દ કરી તમામ રેલ કર્મચારીઓને ઓપીએસ લાગુ કરવુ
  • રેલ્વેમાં ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી
  • સુપરવાઈઝર કેટેગરીના કર્મચારીઓને 4800 અને 5400 ગ્રેડ પે લાગુ કરવા
  • જીપી 1800માથી 1900મા 30 ટકા જગ્યા અપગ્રેડ કરવી
  • 01-01-20 થી 30-06-21 મોંઘવારી ભથ્થુ આપવુ
  • રેલ્વે ક્વાર્ટર નવા બનાવવા અને રીપેરીંગ માટે પુરતુ ફંડ
  • આઠમા વેતન આયોગ લાગુ કરવુ તથા અન્ય માંગોને વહેલી તકે પુરી કરવી સહિતની માંગોને લઈને રેલ્વે કર્મચારીઓ દ્રારા વિરોધ નોંધાવ્યો હતો.