૨૧૮ મીસીગ બાળકો/સ્ત્રી/વૃધ્ધોને તેમના પરીવાર સાથે મીલન કરાવતી પાવાગઢ પોલીસ

માહિતી બ્યુરો શાર્દુલ ગજ્જર

પાવાગઢ પોલીસ સ્ટેશન દ્રારા પાવાગઢ નવરાત્રી સમય દરમ્યાન કુલ ૨૧૮ મીસીગ બાળકો/સ્ત્રી/વૃધ્ધોને તેમના પરીવાર સાથે મીલન કરાવતી પાવાગઢ પોલીસ તા ૨૬/૦૯/૨૦૨૨ થી તા ૦૯/૧૦/૨૦૨૨ દરમ્યાન પાવાગઢ ખાતે નવરાત્રીની ઉજવણી થનાર હોય નાયબ પોલીસ મહાનીરીક્ષક એમ.એસ.ભરાડા સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા તથા પોલીસ અધ્યક્ષ હેમાંશુ સોલંકી પંચમહાલ-ગોધરા તરફથી કાયદો અને વ્યવસ્થાની પરીસ્થીતી જળવાઇ રહે યાત્રાળુઓને કોઇ તકલીફ ના પડે તેમજ યાત્રાળુઓ સોહાર્દ પૂર્વકના વાતાવરણમા દર્શન કરી શકે તે માટે જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ,

જે અન્વયે નાયબ પોલીસ અધ્યક્ષ વી.જે.રાઠોડ તથા સર્કલ પો.ઇન્સ્પેકટર એ.આર.પલાસનાઓના સીધા માર્ગદર્શન હેઠળ પાવાગઢ પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ્પેક્ટર આર.જે.જાડેજા સાહેબનાઓએ મીસીગ સ્કોડ તથા સર્વેલન્સ સ્કોડ તથા સી ટીમની રચના કરવામા આવેલ કોરોના કાળના બે વર્ષ બાદ નવરાત્રી મહોત્સવની ઉજવણી થયેલ હોય જેમા પાવાગઢ શક્તિપીઠ ખાતે લાખોની સંખ્યામા શ્રધ્ધાળુઓ આવેલ પાવાગઢ ડુગર તેમજ જંગલ વિસ્તાર હોય દરેક જગ્યાએ નેટવર્ક આવતુ ન હોય પાવાગઢ બસ સ્ટેશન તથા માચી ત્રણ રસ્તા તથા માચી તંબુ તથા દુધીયા ટી પોઇન્ટ તથા મંદીર પરીસર ખાતે મીસીગ સેલ કાર્યરત કરવામા આવેલ તેમજ સધન પેટ્રોલિંગમાં રાખવામા આવેલ નવરાત્રી દરમ્યાન લાખોની સંખ્યામા શ્રધ્ધાળુઓ આવતા હોય બાળકો તથા મહિલા તથા વૃધ્ધોના પોતાના પરીવારથી વિખુટા પડી જવાના બનાવો બનતા હોય કોઇ અનીચ્છનીય બનાવ ન બને તે માટે તેઓને સમયસર પરીવારથી મળાવવા ખુબ જ જરૂરી હોય છે.

ઉપરોકત નવરાત્રી મહોત્સવ દરમ્યાન કુલ ૮૪ બાળકો તેમજ ૧૩૨ વૃધ્ધો તેમજ મહિલાઓ પોતાના પરીવારથી વીખુટા પડી ગયેલ તેઓને પાવાગઢ પોલીસ સ્ટેશન તથા સી ટીમ તથા મીસીગ સેલ દ્રારા કુલ ૨૧૮ જેટલા બાળકો/સ્ત્રી/વૃધ્ધો મીસીગ થયેલા હોય તેમના પરીવારને શોધવામા ખુબ જ મહેનત કરી તેમના પરીવાર સાથે મીલન કરાવી પાવાગઢ પોલીસે સુંદર કામગીરી બજાવી હતી.