ચૂંટણી પૂર્વે ગુજરાતમાં 23 IASની બદલી

ગુજરાતમાં ચૂંટણીનો ગરમાવો જામ્યો છે. ગુજરાત બીજેપી સંગઠન અને દિલ્હીથી મોવડી મંડળના આંટાફેરા વધ્યા છે અને આમ આદમી પાર્ટી પણ લડી લેવાના મૂડમાં છે તો શાંત પાણીએ કોંગ્રેસ મક્કમતાથી આગળ વધી રહી છે ત્યારે હવે ગુજરાતના બ્યુરોક્રેટ્સમાં ચૂંટણીપૂર્વે મોટા ફેરફાર થયા છે.

ગુજરાત સરકારે બુધવારે બપોરે 23 IAS ઓફિસરની બદલીનો આદેશ બહાર પાડ્યો છે. આ યાદીમાં ભાવનગર, ગાંધીનગર કલેક્ટરોની બદલી સહિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ નવા કમિશનર મળ્યા છે.

સરકારી આદેશ અનુસાર એમ થેન્નારસનને સંદીપ સાંગલેને સ્થાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા કમિશનર બનાવાયા છે. થેન્નારસન અગાઉ ગાંધીનગર GIDCના વાઈસ ચેરમેન અને એમડી તરીકે ફરજ બજાવી રહ્યાં છે. આ સિવાય અમદાવાદના નવા કલેક્ટર તરીકે IAS ધવલ પટેલની નિમણૂક કરવામાં આવી છે.

આ સિવાય આણંદના કલેક્ટર તરીકે ડી એસ ગઢવની ટ્રાસફર થઈ છે. ધર્મેન્દ્રસિંહ જાડેજાને દેવભૂમિ દ્રારકાના DDO બનાવાયા છે.