લગ્ને લગ્ને કુંવારા ના’મા ત્રીજી વખત ફરશે લગ્ન ફેરા? રીશેષમાં રોજ પીયુમિલન

કારકિર્દીની શરૂઆતમાં ક્લાર્ક તરીકે સરકારમાં ભરતી પામેલા અને એ પદ પર તે અરસામાં જ અન્ય વિભાગના દેખાવડા કારકુન સાથે દાંમ્પત્ય જીવનની પહેલી શરૂઆત આ ચતુર માનુનીએ કરી હતી. દાંમ્પત્ય જીવનમાં પ્રવેશતા પહેલા માનુનીને પુરુષ નાથવાની કલામાં મહારત હોય તેમ કેટલાક સફળ પ્રયોગ તે કોલેજમાં કરી ચુકી હશે, પરંતુ દાંમ્પત્ય જીવનમા ગડથોલુ ખાઈ ગયા હોય તેમ લગ્નજીવનની બારાખડી શીખવાની સાથે સહકર્મી એવા અન્ય એક કારકુન સાથે પ્રેમનો કક્કો પણ સાથેસાથે ઘૂંટવા લાગ્યા હતા જેથી તત્કાલીન પતિને તેની સ્વછંદ પત્નીના આ અફેરથી હાડોહાડ લાગી આવતા તેણી છુટાછેડાના ભોગ તુરંત જ બની ગયા.

ભાવતુ તું ને વૈધે કહ્યું તેમ લગ્નજીવનથી વિમુખ થયા બાદ લાગલગાટ સાથી કારકુન ઉપરાંત પીયરના જુના બોયફ્રેન્ડ, એક તલાટી, એક હિન્દી અધિકારી, એક વહેપારી, એક વગદાર સાહેબ સહીત કેટલાંક લોકો સાથે દાંમ્પત્યતાની નજદીકી ધરાવવા લાગ્યા, જાણવા મળતી જાણકારી મુજબ તેણીની પુરુષ સંશોધન શોધખોળ દરમ્યાન ગાંધીનગરની વડી કચેરીમા ફરજ બજાવતા વગદાર અને પરણિત એવા એક મામલતદાર સાથે અંગત ઘરોબો કેળવાઈ જતાં તેની સેહમાં તેણીએ જિલ્લાફેર બદલીની અરજી પણ જે તે વખતે કરી નાંખી હતી, ઉલ્લેખનીય છે કે પોરબંદરમાં મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન હોવાથી અનેક નેતાઓનો પ્રવાસ અનેકવાર યોજાતો હોય છે, તેવા પ્રવાસના આયોજન અને પ્રોટોકોલ માટે તૈનાત મુલાજીમોની સહાયતા માટે સ્થાનિક તંત્રમાંથી પણ કેટલાંક કર્મચારીઓની તૈનાતી થતી હોય, બગડેલ કેરીઓ આવી તકનો ભરપુર લાભ ઉઠાવે છે, તેમાંના કેટલાક મોર કળા કરવામાં માહિર હોય છે તેથી આવા કેટલાક મોર સરકારી કાર્યક્રમ ન હોય ત્યારે પણ ગાંધીનગરથી ઉડીને પોરબંદરમાં કળા કરવા આવતા જતા હોય છે અને કળા કરીને પાછા હતા ત્યાં પહોચી પણ જાય છે.

એક સમયમાં સરકારી કચેરીમાં માનુનીની ભરપૂર વગમાં સાહેબના બેય હાથ તેની પર ન્યોછાવર રહ્યા, પણ સાહેબના ઘરે તેણીના બહોળા સંપર્કોની અને સાહેબના અવારનવાર પોરબંદર પ્રવાસની સુ-ગંધ કોઈક રીતે સાહેબના મેડમને આવી જતાં આનનફાનનમા સાહેબે તેણીની બદલી અને ખુદનો પ્રવાસ કાયમી માટે રોકાવી દેવા પડ્યા, બદલી અટકી જતાં નારાજ થયેલા માનુનીએ સબંધો પર તત્કાલ પૂર્ણવિરામ મુકી તીર્થયાત્રા પર જતાં રહેલા, જો કે યાત્રામાંથી પરત આવીને મોજશોખ જાળવી રાખવા પૂર્ણવિરામને તુરંત હટાવી પણ લીધું હોવાનું જાણવા મળી રહ્યું છે.

લોંગડ્રાઈવ અને કેન્ડલ ડિનરનો તેમજ ઓનલાઈન રહેવાનો ગાંડો પરંતુ સમજણ પૂર્વકનો ખાસ શોખ ધરાવતી માનુનીનું ઘરમેળેનું બીજું લગ્નજીવન કે જે સાર્થક થવાની અણી પર હતું પરંતુ ખુદની મેળે તેને પડતું મૂકીને જુના અફેર પૈકીના એક પસંદીદા પુરુષના હાથમાં પોતાનો હાથ અને જવાબદારી કાયમી મુકી દેવા તેણી આતુર હોવાનું તેની આસપાસના વર્તુળમાં સાંભળવા મળી રહ્યું છે.

સમય જતાં વધુ વગોવા ની સ્થિતિને ધ્યાને રાખી તેમજ જુનાં વર્તુળના બધા પુરુષને કોરાણે કરીને હાલ રીશેષમાં બે કલાક લોંગ ડ્રાઈવનો લુફ્ત આ કપલ ઉઠાવી રહ્યું છે અને સ્વાભાવિક પણ છે કે પીયુની હુંફ બનેમાં એનર્જીનો વધારો કરતા હોવાથી બંને માટે રીશેષ એ દિલ્હીના કમાટીબાગ જેવો સમય છે અને સરકારી નોકરીની એજ મજા છે, ક્યાં જાવ છો, રોજ કેમ મોડા આવો છો તેવા ઘરેલું પ્રશ્નો ઓફીસમાં કોઈ પૂછતું ન હોય અને પૂછે તેવી ઓથોરીટીને માનુનીઓના સ્માઈલ જ કાફી હોવાથી લોલમલોલ ચાલી જતી હોય છે. હાલમાં વિધાનસભાનું જનરલ ઈલેક્શન આવી રહ્યું હોવાથી આ કપલ માટે તે ગ્રહણ પુરવાર થઇ રહ્યું હોય તેમ નોકરી મુકાય નહી અને હનીમુન ટ્રીપ થાય નહી તેથી લગ્ન પહેલા નાનકડી ટ્રીપો, ઓફીસ ચોગાનમાં, લાગતા વળગતાના ક્વાર્ટરોમાં મુલાકાત કરવી ફરજીયાત છે અને એ માટેનો યોગ્ય સમય રીશેષ જ છે. આગામી દિવસોમાં વિવાદસ્પદ અને જુના વર્તુળ પર કાયમી પૂર્ણવિરામ મુકવા તેમજ દાંમ્પત્યની જવાબદારીમાં ખુદને શરમની સાડીમાં સંકોચી લેવા તેણી પ્રયાસરત છે. જાણકારી એવી પણ મળી રહી છે કે આ સંબંધથી બેવડા પગારનો ગોલ સેટ થઈ રહ્યો હોય તેમજ અગાઉ ચીતરેલી ઘણી રંગોળીઓ માટે તેણીને વધુ વ્યસ્ત રહેવું પડતું હોવાથી વહેલીતકે થાળે પડી જવા, આ જુના અફેરને જ લગ્નની મહોર બંને પક્ષે લગાવવામાં આવી હોય શકે, જાણવા તો એવું પણ મળે છે કે કોઈકોઈ વખત આ માનુનીને બધા ચિત્રકારો પાસે કલર પુરાવવા મજબુરી બની જાય છે, વર્તુળ વિકસાવી લીધું પરંતુ અભિમન્યુની જેમ એક કોઠો એનો અધુરો રહી જવાથી આવી મજબુરી અનેક વખત ખરેખર મજબૂરી બની જાય છે.

અગાઉ ગાંધીનગરમાં માનુની સામે કળા કરી ચૂકેલા અને રંગોળીમાં કલર પુરવાના કસબી સાહેબ જો આ મામલામાં ઝુકાવશે તો આ સંભવિત લગ્નને રુકજાવની મહોર લાગી જશે!! જો કે બનશે શું, એ પણ આવનારો સમય કહેશે પરંતુ હાલ કલર અને રંગોળીનું કપલ લોકોની નજર બચાવીને બપોરના તડકામાં રોમાન્સનો ભરપૂર આનંદ ઉઠાવી રહ્યું છે.

માનુનીના સ્વભાવથી પરિચીત લોકો પાસેથી જાણવા મળે છે કે જે તે પુરુષને દૂર કરવા નવો પુરુષ દાખલ કરવાની માનુનીની આગવી કુનેહ યુવાકાળથી જ છે. પરંતુ આ કુનેહ થકી માનુની એનો ભૂતકાળ બદલી શકે તેમ નથી, જો કે નજીકથી ઓળખતા લોકોનું ન માનીએ તો પણ આવી વૃતિ ઐયાસ પ્રકૃતિના હોવાનું ઉજાગર કરે છે અને ઐયાસીનો કીમતી સમય યુવાની જ છે, ઉપરથી ભોળા માતાપિતા મળવા એ આવી માનુનીઓનું સૌભાગ્ય અને માનવ સમાજનું દુર્ભાગ્ય હોય છે, સમાજ વ્યવસ્થામાં આવી માનુનીઓ જીવિતબોમ્બ છે, જો કે તેમાં સુધારો તેનો પરીવાર લાવી શકે પરંતુ વિટમ્બણા એ હોય છે કે તેવા પરીવારને કહે કોણ ? કે એમની પુત્રી અથવા પત્ની ઘર પરીવારની આબરૂનું ઘરની બહાર મસ્ત રીતે ધોવાણ કરી રહી છે, તેવા પરીવારમા બેખબર અને ભોળા સદસ્યો જો વધુ હોય તો જીવતાબોમ્બ પણ ત્યાં વધુ હોવાના, જો કે સમય જતાં પાપનો ઘડો ફૂટવાનો જ હોય છે પરંતુ એ ન ફૂટે ત્યાં સુધી આવા આશીકોથી માનવસમાજ વ્યવસ્થાને સામાજિક હાની નકારી શકાય નહી.