ઈચ્છા વિરુદ્ધ શારીરિક સંબંધના કેસમાં આરોપીની જામીન અરજી નામંજુર

મૂળ ફરિયાદ પક્ષના વકીલ જી. કે. સાદીયાની એડીશનલ સ્પેશીયલ કોર્ટમાં ચોટદાર જવાબો અને વાંધા દલીલ

પોરબંદરની એડિશનલ સેસન્સ કોર્ટમાં ગુન્હા રજી. નંબર ૦૨૮૨/૨૦૨૨ મુજબનો હાર્બર મરીન પોલીસ સ્ટેશનના ગુન્હા રજીસ્ટર મુજબનો ફોજદારી પરચુરણ અરજી ૩૩૬/૨૦૨૨ મુજબના આરોપી જીતેશ ઉર્ફે જીતુ સાદીયા, રહે ઓડદર નાઓએ ઉપરની અદાલતમાં જામીન માટે અરજી કરી હતી, જેમાં ફરિયાદ પક્ષે રહેલા સીનિયર વકીલ ગોવિંદ ભાઈ સાદીયાએ ધારદાર રજુઆતો કરતા સ્પેશીયલ કોર્ટનાં જજ માનનીય માધવી ભટ્ટ સાહેબે જામીન અરજી રદ કરતો ફેંસલો સુનાવ્યો હતો.

કેસના અનુસંધાનમાં વિગત એવી છે કે ગુન્હાના આરોપી જીતુ સાદીયા પર એજ ગામના ફરિયાદીએ ગુન્હો નોંધાવ્યો હતો કે આરોપીએ ફરિયાદીની ઈચ્છા વિરુદ્ધ, મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધીને ગુન્હો આચર્યો હોય, આરોપી છૂટીને પુરાવાઓ, સાક્ષીઓ પર અસર પાડી શકે તેમ હોય તેમજ ગુન્હો ગંભીર પ્રકારનો હોય આરોપીને જામીન આપવાથી ફરિયાદ પક્ષને અને કેસને ગંભીર હાની થવાના વાંધા જવાબ મૂળ ફરિયાદ પક્ષના વકીલ જી. કે સાદીયાએ કોર્ટમાં રજુ કરતાં, કોર્ટે જામીન અરજી નામંજુર કરી છે.