પોરબંદર ખાતે મહિલા અને બાળ વિકાસમંત્રી મનીષા વકીલે વિધાર્થિનીઓ સાથે ઓનલાઇન માધ્યમથી પરિસંવાદ કર્યો

‘’આઝાદી કા અમૂત મહોત્સવ અંતર્ગત બેટી બચાઓ બેટી પઢાવો યોજના અન્વયે ‘’આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ‘’ નીમિત્તે કિશોરી કુશળ બનો થીમ આધારિત સખી મેળો યોજાયો હતો. સક્ષમ દીકરી-સશકત ગુજરાત ‘’કિશોરી કુશળ બનો થીમ સાથે યોજાયેલા ઓનલાઇન કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષા વકીલે વિધાર્થિનીઓ સાથે પરિસંવાદ કર્યો હતો. જેમાં પોરબંદર મહિલા અને બાળ વિકાસ વિભાગ અધિકારી કાશ્મીરા સાવંતના માર્ગદર્શનમાં પ્રોટેકશન અધિકારી ડો.પ્રજ્ઞા ત્રિવેદી તથા સ્ટાફ તથા સાંદિપની ગરૂકુળના ટીચર, વિધાર્થિનીઓએ સહભાગી થઇને મહિલા અને બાળ વિકાસમંત્રી સાથે ઓનલાઇન માધ્યમથી પરિસંવાદ કર્યો હતો.

જિલ્લા સેવા સદન -1 સભાખંડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રોટેકશન ઓફીસર ડો.પ્રજ્ઞા ત્રિવેદી, મહિલા શક્તિ કેન્દ્રના સંધ્યા જોષી, બંસી ડોડીયાં, દિલીપ પરમાર, સાંદિપની ગુરૂકૂળ ગુજરાતી અંગ્રજી મીડિયમના ટીચર નમ્રતા મોઢા તથા ગુરૂકૂળની વિધાર્થિનીઓ જોડાયા હતા.