ઉપરોક્ત બાઈકચોરને પોલીસે પકડ્યાના થોડાં કલાકો બાદ જ ઉદ્યોગનગર પોલીસ મથકના સ્ટાફે ગઈકાલે રાત્રીના પેટ્રોલગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં જણાતા અશોક રણુભા ચુડાસમા (રહે. છાયા)ને ઝડપી લીધો હતો. અશોક ચુડાસમાની પ્રાથમિક પૂછપરછ કરતાં તેણે પોરબંદર શહેરમાંથી બે બાઈકની ચોરી કર્યાની કબૂલાત આપી હતી.

ગઈકાલે કમલાબાગ પોલીસે પોકેટ કોપ એપની મદદથી એક બાઈકચોરને ઝડપી લીધો તેના થોડાં જ કલાકો બાદ ઉદ્યોગનગર પોલીસ મથકના સ્ટાફે ગઈકાલે રાત્રીના છાયામાં રહેતા એક શખ્સને ઝડપી લઈને તેની પૂછપરછ કરતાં કમલાબાગ પોલીસ મથકમાં બે માસ પૂર્વે નોંધાયેલા બાઈકચોરીના વધુ બે ગુનાનો ભેદ ઉકેલાયો છે.
ઉલ્લેખનીય છે કે, ઓડદર ગામે રહેતા અને પોરબંદરમાં એમ.જી. રોડ પર ગુજરાત એજ્યુકેશન નામની ઓફિસ ચલાવતાં રણવીર ભોજાભાઈ ઓડેદરાનું રુ.૨૦ હજારની કિંમતનું મોટરસાઈકલ તેમની જ ઓફિસ પાસેથી ઉઠાવી લેનાર અરજણ મેણંદ ઓડેદરાને કમલાબાગ પોલીસે ગઈકાલે સાંદીપનિ વિસ્તારમાંથી ઝડપી લીધો હતો. આ બાઈકચોરને ઝડપી લેવામાં પોલીસ માટે સીસીટીવી ફૂટેજ મહત્વનું માધ્યમ બન્યા હતા.
ઉપરોક્ત બાઈકચોરને પોલીસે પકડ્યાના થોડાં કલાકો બાદ જ ઉદ્યોગનગર પોલીસ મથકના સ્ટાફે ગઈકાલે રાત્રીના પેટ્રોલગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં જણાતા અશોક રણુભા ચુડાસમા (રહે. છાયા)ને ઝડપી લીધો હતો. અશોક ચુડાસમાની પ્રાથમિક પૂછપરછ કરતાં તેણે પોરબંદર શહેરમાંથી બે બાઈકની ચોરી કર્યાની કબૂલાત આપી હતી.
અશોક ચુડાસમાએ ગત તા.૧૯ અને ૨૧-૮ના રોજ પોરબંદર શહેરમાંથી રાજશીભાઈ બાબુભાઈ ખૂંટી (રહે. પાઉં સીમ, રાણાવાવ) તથા નિલેશ રાજાભાઈ ચાંડપા (રહે. રાણાવડવાળા) ના રુ.૨૦-૨૦ હજારની કિંમતના બાઈકની ચોરી કરી હતી. હવે આ બંને ગુનામાં કમલાબાગ પોલીસે અશોક ચુડાસમાનો ઉદ્યોગનગર પોલીસ પાસેથી કબ્જો મેળવી તેની વિશેષ પૂછપરછ હાથ ધરી છે.