મહીસાગર કિસાન મોરચાએ વળતર આપવા કરી માંગ, પાછોતરા વરસાદથી પાકોને નુકશાન

માહિતી બ્યુરો શાર્દુલ ગજ્જર

મહીસાગર કિસાન મોરચા ઉપપ્રમુખ દ્વાર કૃષિમંત્રી રાઘવજી પટેલને ખેડૂતોને વળતર આપવા લેખીત રજુઆત કરાઈ.

મહીસાગર જિલ્લામાં પડેલા પાછોતરા વરસાદ ના પગલે પશુપાલકો અને ખેડુતોને નુકશાન. મહીસાગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચા ઉપપ્રમુખ મેકેશ પટેલ દ્વારા કૃષિ મંત્રી ને લેખીતમા રજુઆત. સતત ત્રણ દિવસ ક્યારીમા પાણી રહેતાં ડાંગર તેમજ અન્ય પાક કોહવાઈ જતાં વડતર ચૂકવવા રજુઆત.

જીલ્લામા પડેલાં પાછોતરા વરસાદ ના પગલે ડાંગર, કપાસ, અડદ, તેમજ સોયાબીન પાકને ભારે નુકશાન થયેલ છે. નુકશાનના પગલે કિસાન મોરચા ઉપપ્રમુખ દ્વાર કૃષિ મંત્રી રાઘવજી પટેલ ને વળતર આપવા લેખીત રજુઆત કરાઈ.

પશુપાલકો અને ખેડુતો ને થયેલા નુકશાન ના પગલે રાજ્ય સરકાર દ્વારા સર્વે કરી મુખ્ય મંત્રી કિસાન યોજનાં હેઠળ તાત્કાલિક વળતર ચૂકવવા માંગ