મુલાયમસિંહ યાદવના નિધન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં તેમના વિશે કહી આ વાત

PM મોદી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે. ત્યારે આજે આમોદ ખાતે કાર્યક્રમમાં દેશના પ્રઘાનસેવક નરેન્દ્રભાઇ મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે, આજે સવારે આ કાર્યક્રમમાં આવતા પહેલા એક દુ:ખદ સમાચાર મળ્યા. આજે મુલાયમસિંહ યાદવજીનું અવસાન થયું છે. મુલાયમસિંહ યાદવનું નિધન થવાથી દેશને મોટી ખોટ પડશે.

મુલાયમસિંહ સાથે મારો સંબંધ ઘણો વિશેષ રહ્યો. જયારે અમે બંને મુખ્યમંત્રી તરીકે એક બીજને મળતા ત્યારે અમારા બંનેમાં એકબીજામાં પોતાના પણાનો ભાવ લાગતો. વર્ષ 2014માં ભાજપે મને વડાપ્રઘાન માટે આશિર્વાદ આપ્યા ત્યારે વિપક્ષના લોકો સાથે પણ આશિર્વાદ લીધા ત્યારે મુલાયમસિંહના આશિર્વાદ મળ્યા હતા.
મુલાયમસિંહે વર્ષ 2013માં મને જે આશિર્વાદ આપ્યા તેમાં કયારેય ઉતાર ચઢાવ નથી આવવા દિધો. વર્ષ 2019ના સાંસદના સત્રમાં તેમણે સંબોઘન કરતા કહ્યુ હતું કે, મોદી સૌને સાથે રાખીને ચાલે છે એટલે મને વિશ્વાસ છે કે 2019માં ફરી દેશના વડાપ્રઘાન બનશે.
આજે આદરણીય મુલાયમસિંહને ગુજરાતની ઘરતી પર મા નર્મદાના તટ્ટથી આદરપુર્વક શ્રદ્ધાંજલી પાઠવું છું. ઇશ્વરને પ્રાર્થના કરુ કે તેમના પરિવારજનોને અને સમર્થકોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે.
આજે PM મોદી એ મહેસાણા જિલ્લાને વિકાસના કાર્યોની ભેટ આપ્યા બાદ આજે ભરૂચના આમોદ ખાતે હાજરી આપી હતી. આજે તેમને ઔધોગિક પાર્કસ અને ઇન્ફાસ્ટ્રક્ચર પ્રોજકેટના કામોનું ભૂમિપૂજન તેમજ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું