કેશોદમાં રહેતી એક યુવતી એ ગત વર્ષ પરિવારની મંજૂરી વગર ભાગીને એક યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા બાદમાં યુવતીને તેના પતિ અને સાસુ અવારનવાર ત્રાસ આપી ઝઘડા કરી ત્રાસ આપતા હતા. જેનાથી કંટાળી યુવતીએ એસિડ પી આપઘાત કરી લીધો હતો આ અંગે યુવતીના પિતાએ માતા પુત્ર સામે મરવા મજબૂર કર્યાની ફરિયાદ કરતા પોલીસે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી
કેશોદમાં ડીપી રોડ પર આવેલા ઉમિયા નગર વિસ્તારમાં રહેતા મહેશભાઈ વિઠ્ઠલભાઈ ત્રાંબડીયા ની પુત્રી ખ્યાતી એ ગત તારીખ 16 11 2021 ના પરિવારની મંજૂરી વગર ઘરેથી ભાગી જઈને કેશોદના પ્રવીણ અરજણ કચોટ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. દસ-પંદર દિવસ બાદ પલ્લવી નગરમાં ભાડાના મકાનમાં રહેવા આવી ગયા હતા. બાદમાં જોલી પાર્કમાં ઘરના મકાનમાં રહેવા ગયા હતા મહેશભાઈ પોતાના ભાઈના પુત્રના લગ્નમાં આમંત્રણ આપવા માટે જ્ઞાતિના ઘરે ગયા હતા. પરંતુ તેના પતિ અને સાસુએ આવવા દીધી ન હતી ત્યારબાદ અવાર નવાર ખ્યાતી બેન ને તેનો પતિ પ્રવીણ અને સાસુ વેજીબેન ઝઘડા કરી ગાળો આપી ત્રાસ આપતા હતા જેનાથી કંટાળી ગત તારીખ 7 ના ખ્યાતી બેન એસિડ પી લેતા તેણીને જુનાગઢ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તેનું મોત થયું હતું આ અંગે ખ્યાતિ બેન ના પિતા મહેશભાઈએ પ્રવીણ અર્જન કચોટ અને તેના માતા વેજીબેન અરજણ કચોટ સામે પોતાની પુત્રીને ત્રાસ આપી મરવા મજબૂર કર્યાની ફરિયાદ કરતા કેશોદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે