પોરબંદર જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં મગફળી સહિતના પાકને નુકશાની

પોરબંદર જિલ્લામાં આ વર્ષે ૧પ૦ ટકાથી પણ વધુ વરસાદ પડી ગયો છે. જેના કારણે જિલ્લાનું જળસંકટ દુર થઇ ગયું છે. પરંતુ ભારે વરસાદને કારણે ક્યાંક પાકને પણ નુકશાન થયું છે. પોરબંદર જિલ્લાના પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા તાલુકામાં ભારે વરસાદને કારણે નુકશાન થયું હતું. બરડા પંથકમાં નીચાણવાળા ખેતરોમાં વરસાદી પાણીનો નિકાલ નહીં થતા મગફળીનો પાક સંપુર્ણ પણે નિષ્ફળ ગયો હતો. આથી ખેડૂતોએ આ નુકશાની અંગેનો સર્વે કરી વળતર આપવાની માગ સરકાર સમક્ષ કરી હતી. ખેડૂતોની આ વ્યથાને ધ્યાને રાખીને સરકારે સર્વે કરવાનો આદેશ કર્યો હતો.

પોરબંદર જિલ્લામાં આ વર્ષે મેઘરાજા મન મુકીને વરસયા હતા. પરંતુ મેઘરાજાનો અતિરેક કેટલાક ખેડૂતો માટે આફતરૂપ બની રહ્યો હતો. જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ નહીં થતા મગફળી સહિતના પાકને નુકશાન થયું હતું. જેને પગલે જગતના તાતે સરકાર પાસે વળતરની માગ કરી હતી. આ લાગણીને ધ્યાને રાખીને પોરબંદર જિલ્લામાં ર૬ સપ્ટેમ્બરથી પાક નુકશાનીનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં ૩૮ જેટલા ગામોમાં ગ્રામસેવકની ટીમો દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. હજુ બાકી રહેતા ગામોમાં સર્વે કરવામાં આવશે તેવું ખેતીવાડી વિભાગે જણાવ્યું છે.
પોરબંદર જિલ્લામાં આ વર્ષે ૧પ૦ ટકાથી પણ વધુ વરસાદ પડી ગયો છે. જેના કારણે જિલ્લાનું જળસંકટ દુર થઇ ગયું છે. પરંતુ ભારે વરસાદને કારણે ક્યાંક પાકને પણ નુકશાન થયું છે. પોરબંદર જિલ્લાના પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા તાલુકામાં ભારે વરસાદને કારણે નુકશાન થયું હતું. બરડા પંથકમાં નીચાણવાળા ખેતરોમાં વરસાદી પાણીનો નિકાલ નહીં થતા મગફળીનો પાક સંપુર્ણ પણે નિષ્ફળ ગયો હતો. આથી ખેડૂતોએ આ નુકશાની અંગેનો સર્વે કરી વળતર આપવાની માગ સરકાર સમક્ષ કરી હતી. ખેડૂતોની આ વ્યથાને ધ્યાને રાખીને સરકારે સર્વે કરવાનો આદેશ કર્યો હતો. જે અનુસાર પોરબંદર જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ગ્રામસેવકોની મદદથી ગત તા.ર૬ સપ્ટેમ્બરથી સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. જેમાં અત્યાર સુધીમાં પોરબંદર તાલુકાના ૧૦ ગામો, રાણાવાવ તાલુકાના ૧ર ગામો, કુતિયાણા તાલુકાના ૧૬ ગામોમાં સર્વેની કામગીરી પુર્ણ કરી લેવામાં આવી છે. હજુ પણ જે ગામો અસરગ્રસ્ત છે તે ગામોમાં સર્વે કરવામાં આવશે. જો કે જે ગામોમાં સર્વે થયો છે તેમાં કેટલા વીઘામાં નુકશાન થયું છે તે અંગેની વિગતો ખેતીવાડી વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી નથી. જિલ્લામાં સર્વેની કામગીરી પુર્ણ થયા બાદ સરકારને રિપોર્ટ મોકલવામાં આવશે અને ત્યારબાદ સહાય અંગેનો નિર્ણય લેવામાં આવશે. હાલ તો જે ખેડૂતોને નુકશાની થઇ છે તે સહાયની મીટ માંડીને બેઠા છે. જોવાનું એ રહ્યું કે સરકાર જગતના તાતને કેટલી મદદ કરે છે.