કાલ સવારથી બપોર સુધી અનેક રૂટ ડાયવર્ટ કરાયા: ચાર હેલિકોપ્ટર ઉતરી શકે તેવી વ્યવસ્થા: બપોરે રાજકોટ એરપોર્ટ પર ટૂંકું રોકાણ કરી અમદાવાદ જશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલથી ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. આજે સાંજે જામનગર ખાતે જાહેર સભાને સંબોધન કરી રાત્રી રોકાણ જામનગરમાં કર્યા પછી આવતીકાલે જામકંડોરણા ખાતે જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં એકાદ લાખથી વધુ જનમેદની ઉમટી પડશે તેવી ગણતરી રાખીને સભા મંડપમાં વ્યવસ્થા કરવામાં આવી છે.
વડાપ્રધાનનો જામકંડોરણાનો કાર્યક્રમ જાહેર થતાની સાથે જ જિલ્લા અને પ્રદેશ ભાજપ દ્રારા તેના આયોજન માટેની તૈયારીઓ છેલ્લા કેટલાક સમયથી ચાલતી હતી તે હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. ચાર હેલિકોપ્ટર ઉતરી શકે તેવા હેલીપેડ બનાવવામાં આવ્યા છે. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. એકાદ લાખ લોકોને જમવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
ભાજપના સ્થાનિક અને પ્રદેશ આગેવાનો વિનોદભાઈ ચાવડા મહેન્દ્રસિંહ સરવૈયા ભરતભાઈ બોઘરા જયેશભાઈ રાદડિયા મનસુખભાઈ ખાચરિયા મોહનભાઈ કુંડારીયા ભુપતભાઈ બોદર ગીતાબા જાડેજા લાખાભાઈ સાગઠીયા કુંવરજીભાઈ બાવળીયા સહિતનાઓ છેલ્લા કેટલાક સમય તૈયારીમાં લાગી ગયા હતા. રાજકોટ જિલ્લાના દરેક તાલુકા મથકે મીટીંગોનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાનની સભાને અનુલક્ષીને રાજકોટ જિલ્લા કલેકટર અણ મહેશ બાબુએ જાહેરનામુ પ્રસિદ્ધ કરીને આવતીકાલે સવારે ૬:૦૦ વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધી વાહનોની અવરજવર પર આ વિસ્તારમાં પ્રતિબધં મૂકી દીધો છે અને ટ્રાફિક ડ્રાયવર્ટ કરી દીધો છે. જામકંડોરણાની સભા પૂરી કર્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી હેલિકોપ્ટરમાં રાજકોટ આવશે અને અહીંથી વાયુદળના વિમાનમાં અમદાવાદ જવાની નીકળશે. બપોરે ૧:૦૦ વાગ્યાની આસપાસ વડાપ્રધાન રાજકોટ એરપોર્ટ પર ટૂંકું રોકાણ કરનાર હોવાથી આ સમયગાળાની દિવ અને દિલ્હીની લાઈટના શેડુલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સાથોસાથ એરપોર્ટ પરના નોનઓપરેશનલ સ્ટાફને આવતીકાલે રજા આપવામાં આવી છે.
હવે રાજકોટમાં બંદોબસ્તની તૈયારી
જામકંડોરણાના આવતીકાલના તા.૧૧ના કાર્યક્રમ બાદ પીએમ મોદીની ફરી તા.૧૯ના રાજકોટમાં સભા યોજાનારી હોવાથી રાય સરકાર, સરકારી તંત્રના અધિકારીઓ અત્યારથી જ તૈયારીમાં લાગ્યા હશે આવી જ રીતે રાજકોટ શહેર પોલીસ દ્રારા પણ પીએમના રાજકોટ પ્રોગ્રામને લઈને સુરક્ષાલક્ષી બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. આવતીકાલે જામકંડોરણાથી શહેર પોલીસ બંદોબસ્તમાંથી પરત ફર્યા બાદ ફરી આવતા સાહે રાજકોટના પ્રોગ્રામ માટે અત્યારથી જ એલર્ટ બની છે. સીપી રાજુ ભાર્ગવના માર્ગદર્શન હેઠળ રાજકોટના કાર્યક્રમના બંદોબસ્તની પણ તડામાર તૈયારીઓ આરંભાઈ છે.