પોરબંદર શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિનુંશ્રી મહાલક્ષ્મી મંદિર ટ્રસ્ટ દ્વારા નવરાત્રી મહોત્સવની પૂર્ણાહુતિ ઉજવણી નિર્મિતે ગરબી રમવા આવેલી ૧૦ વર્ષથી નીચેની ૮૪ બાળાઓને ભારત સરકાર સંચાલિત સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતાઓ ખોલી દરેકના ખાતામાં રૂપિયા ૭૫૦ જમાં કરાવવામાં આવ્યા હતા. આમ ટ્રસ્ટ દ્વારા સામાજિક, ધાર્મિક, રાષ્ટ્રીય ફરજ બજાવી હતી.
આ તકે સખી વન સ્ટોપનાં કિરણબેન ગોસાઈ દ્વારા મહિલા સુરક્ષા લક્ષી કાયદાકીય માર્ગદર્શન આપવાની સાથે મહિલા અને બાળ વિકાસ વિભાગની યોજનાઓની જાણકારી આપી હતી.
એસ.બી.આઇ માણેકચોક શાખાનાશ્રી અમિતભાઈ તથા મેનેજરશ્રી દેત્રોજા દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે માહિતી આપી હતી. એસ.બી.આઇ શ્રીમિશ્રા તથા શ્રી શર્માજીએ સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ લેવા ઉપસ્થિત વાલીઓને અપીલ કરવામાં આવી હતી.
આ પ્રસંગે જટાશંકર ભાઇ, શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિના ટ્રસ્ટીઓ, આગેવાનો તથા સ્વયંસેવકો, માણેકબાઈ સંસ્કૃત પાઠશાળાના આચાર્ય તથા વિદ્યાર્થીઓ, લીડ બેંક એસબીઆઇ, હેડ પોસ્ટ ઓફિસ. મહિલા અને બાળ વિકાસના કર્મચારી સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા.