- પોરબંદર જિલ્લા પંચાયતનાં આરોગ્ય વિભાગ દ્વારા
- કોન્ટ્રાક્ટર કંપનીઓ દ્વારા 11 મહિના સુધી પીએફ જમા ન કરાવતું હોવા સહિતના મુદ્દે રજૂઆત કરાઇ
પોરબંદર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા આઉટસોર્સિંગ કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું હોવા અંગે કોંગ્રેસે ઉગ્ર રજૂઆત કરી છે. જુદી જુદી બે કોન્ટ્રાક્ટર કંપનીઓ દ્વારા ૧૧ મહિનાનો પ્રોવિડન્ટ ફંડ જમા કરાવવામાં આવતો નથી. અને અન્ય નિયમોનું પણ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હોવા અંગે રજૂઆત કરવામાં આવી છે.
પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ સેક્રેટરી રામદેવભાઈ મોઢવાડિયાએ જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી જણાવ્યું છે કે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના આઉટસોર્સિંગ એજન્સી એમ જે સોલંકી દ્વારા અંદાજે ૩૫ જેટલા આઉટસોર્સિંગ કર્મચારીઓ તરીકે નિમણૂક થયેલ હોય તેઓને આઠ મહિના સુધી પીએફ હજુ સુધી ખાતામાં જમા કરવામાં આવ્યો નથી.
૩૫ જેટલા કર્મચારીઓનું શોષણ થયું છે, અને કર્મચારીઓને પગારના પીએફ સહિતના અન્ય ઇન્સિટિવમાં પણ મોટાપાયે ગેર રીતે આચરવામાં આવતી હોય જેથી તેઓનો કોન્ટ્રાક્ટ રદ કરેલ ત્યારબાદ અન્ય આઉટસોર્સિંગ એજન્સી કંપનીને કોન્ટ્રાક્ટ અપાયેલ જેમણે પણ આ ૩૫ આઉટસોર્સિંગ કર્મચારીઓને ત્રણ મહિના સુધી પીએફ હજુ સુધી જમા કર્યું નથી. અને કર્મચારીઓ સાથે આર્થિક અન્યાય કરવાની સાથોસાથ પીએફના કાયદાઓ તથા જોગવાઈનું ઉલ્લંઘન કરી મોટાપાયે ગેર રીતે આશરમાં આવી રહી હોવાથી તેમના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.