મુલાયમ સિંહ યાદવનું નિધન: મેદાંતા હોસ્પિટલમાં 2 ઓક્ટોબરથી દાખલ હતા

સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમ સિંહ યાદવનું નિધન થયું છે. 82 વર્ષના મુલાયમ સિંહ યુરિન ઇન્ફેક્શનને કારણે 26 સપ્ટેમ્બરથી ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ હતા. 2 ઓક્ટોબરે ઓક્સિજન લેવલ ઘટતાં તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા.