સરકારી સારવાર કેન્દ્રો કે હોસ્પિટલોમાં ઘણી વખત દર્દીઓની સારવારમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવતી હોય છે .
મધ્યપ્રદેશમાં તો એક દર્દીની જે રીતે સારવાર કરાઈ છે તે બાબત આખા દેશમાં ચર્ચાનો વિષય બની છે. ભિંડ જિલ્લામાં એક યુવક પોતાના સબંધી સાથે બાઈક પર જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં મારુતિ વાન સાથે થયેલા અકસ્માતમાં યુવકને ઈજા પહોંચી હતી.
યુવકને પ્રાથમિક સારવાર કેન્દ્ર પર લઈ જવાયો હતો. જ્યાં તેના પગ પર કાચુ પ્લાસ્ટર મારવાની જરુર ઉભી થઈ હતી.જેની જગ્યાએ સ્વાસ્થ્ય કર્મીઓએ પુઠું બાંધીને તેને જિલ્લા હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.
હોસ્પિટલમાં પણ ડોકટરો પીઓપીના પ્લાસ્ટરની જગ્યાએ પુઠું લગાવાયેલુ જોઈને હેરાન થઈ ગયા હતા.આ મામલા પર સબંધિત અધિકારીનુ કહેવુ હતુ કે, જે સારવાર કેન્દ્રો પર ઓર્થોપેડિક સર્જન નથી હોતા ત્યાં જ્યારે આવા કેસ આવતા હોય છે તેમને પ્રાથમિક સારવાર આપીને જિલ્લા હોસ્પિટલ મોકલી આપવામાં આવે છે. જો ફ્રેક્ચર થયુ હોય તેમ લાગે તો પીઓપી અથવા તો પીઓપી ના હોય તો કોઈ કડક વસ્તુ સપોર્ટ માટે બાંધી આપવામાં આવે છે.જેથી ઈજાગ્રસ્ત ભાગની મૂવમેન્ટ ના થાય.