PM મોદી મોઢેર પહોંચ્યા, કરોડો રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

  • PM મોદી અમદાવાદથી મહેસાણા જવા રવાના, કરોડો રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હવે ખૂબ નજીક છે. ત્યારે વિવિધ પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 અને 30 સપ્ટેમ્બર બાદ તેઓ ફરીવાર આજથી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે. તેઓ પોણાચાર વાગ્યે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ અને મેયર કિરીટ પટેલે સ્વાગત કર્યું હતું.

કુલ રુ 1145 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ
આ વિકાસકાર્યોમાં રૂ.511 કરોડના ખર્ચે સાબરમતી-જગુદણ ગેજ કન્વર્ઝન (53.43 કિમી)નું લોકાર્પણ કરવામાં આવશે. જે અમદાવાદ-મહેસાણા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ (68.78 કિમી)નો એક ભાગ છે. સાથે જ, રૂ.336 કરોડના ખર્ચે ONGC-નંદાસણ સરફેસ ફેસિલિટીનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત, જે વિકાસકાર્યોનું લોકાર્પણ થશે. તેમાં એમ.એસ. પાઇપલાઇન પ્રોજેક્ટ, મોઢેરા સોલાર વિલેજ, ધરોઇ ડેમ આધારિત વડનગર, ખેરાલુ અને ધરોઇ ગ્રુપ રિફોર્મ સ્કીમ, બેચરાજી-મોઢેરા-ચાણસ્મા રોડ, ઉંઝા-દસાજ-ઉપેરા-લાડોલ રોડ એક્સપાન્શનની કામગીરી, મહેસાણા ખાતે રિજિયોનલ ટ્રેનિંગ સેન્ટર (SPIPA) અને મોઢેરા સૂર્યમંદિર ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શોનો સમાવેશ થાય છે. કુલ મળીને રૂ.1145.64 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે.