અનુ. જાતિ જનજાતિના સમુળગા વિકાસમા કોણ બાધા બને છે

ભારતની આઝાદી ને ૭૫ વર્ષ પૂર્ણ થઈ ગયા, આઝાદી સમયથી જ લોકસમાન બનાવવા માટે ભારતમાં ત્રણ વર્ગ ઉપર વિશેષ ધ્યાન દેવામાં આવી રહ્યું છે, ૧) અનુસુચિત જાતિ/જનજાતિ ૨) લઘુમતિ અને ૩) જંગલ પરસ્ત સમૂહ, પરંતુ ૭૫ વર્ષ બાદ આંકલન કરવામાં આવે તો જેતે વખતની પરિસ્થિતીથી હાલની સ્થિતિમાં આમૂલ પરિવર્તન લાવી શકાયું નથી.

આજનો લેખ અનુસુચિત જાતિ જનજાતિ ને અનુલક્ષીને છે જેમાં આ જાતિના હમદર્દ અથવા વિકાસમાં રોડા બનતી સ્થિતિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. આ આંકલન માં વાત કરીએ ગુજરાત રાજ્યની તો ગુજરાતમાં,

ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશનની સોસાયટી રજીસ્ટ્રેશન એકટ ૧૮૬૦ હેઠળ ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશનની તા. પ-પ-૭પ થી રચના કરવામાં આવી. આ નિગમની રચના કરવાનો મૂળભૂત ઉદ્દેશ અનુસૂચિત જાતિઓનો સંપૂર્ણ રીતે વિકાસ થાય અને સમાજમાં તેઓ માનભર્યુ જીવન જીવી શકે તે માટે સુવિધાઓ પુરી પાડવાનો હતો.

પરંતુ નિગમની રચના થયા પછી અનુભવે જણાયું કે, આ નિગમની રચનાનું માળખું કેન્દ્ર સરકાર અને રાજય સરકારશ્રીની નીતિને અનુરૂપ ન હોવાથી નિગમના માળખામાં યોગ્ય સુધારો કરી તા. રર નવેમ્બર-૧૯૭૯ માં નિગમના માળખાનું સને ૧૯પ૬ ના ભારતીય કંપની ધારા હેઠળ સરકારશ્રીના એક જાહેર સાહસ તરીકે રૂપાંતર કરીને ગુજરાત અનુસૂચિત જાતિ આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, ગાંધીનગર તરીકે રૂ. ૧પ.૦૦ કરોડની શેરમૂડી સાથે અસ્તિત્વ માં લાવવામાં આવ્યું. ત્યારબાદ ગુજરાત વિધાનસભામાં પસાર થયેલ સને ૧૯૮પ માં ગુજરાત શિડયુલ્ડ‍ કાસ્ટશ ડેવલપમેન્ટ કોર્પોરેશન એકટ-૧૯૮પ (ગુજરાતનો ૧૯૮પનો ૧૦ મો) હેઠળ સમાજ કલ્યાાણ વિભાગ ગાંધીનગરના તા. ૬-૭-૯૬ ના જાહેરનામાથી ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશનની ગાંધીનગરની તા. ૧પ-૮-૯૬ થી સ્ટે-ચ્યુટરી કોર્પોરેશન તરીકેની રચના થઇ.

આ કોર્પોરેશનની અધિકૃત શેરમૂડી રૂ. પ૦.૦૦ કરોડ છે. તેની સામે હાલમાં આ કોર્પોરેશનની ભરપાઇ થયેલી શેરમૂડી રૂ. ૪૦.૧૮ કરોડ છે.

ઉદ્દેશો
ગુજરાત રાજયના ગરીબી રેખા નીચે જીવતા અનુસૂચિત જાતિના વ્‍યકિતઓને લોન અને સહાયના સ્‍વરૂપમાં નાણાંકીય મદદ પૂરી પાડી તેઓને નિશ્‍ચિત સમય-મર્યાદામાં ગરીબ રેખા હેઠળ બહાર લાવવાનો આ કોર્પોરેશનનો મૂળભૂત ઉદ્દેશ છે.

પ્રવૃતિઓ
અનુસૂચિત જાતિઓનો સંપૂર્ણ રીતે વિકાસ થાય અને સમાજમાં તેઓ માનભર્યુ જીવન જીવી શકે, તે માટે આ નિગમે નીચે મુજબની વિવિધ યોજનાઓ અમલમાં મુકી.

  • બેંન્કેબલ યોજના
  • એન.એસ.એફ.ડી.સી. યોજના
  • તાલીમ યોજના
  • માનવ ગરીમા યોજના

અનુસૂચિત જાતિ જનજાતિના સમુળગા વિકાસ માટે સરકારે આ નિગમ તો આબંધિત કર્યું પરંતુ સમુચા સમાજના વિકાસ માટે બજેટ અપૂરતા રહેવાથી અનુસૂચિત જાતિ/જનજાતિ ના સમુળગા વિકાસ ની ગતિ જોઈએ તેવી સ્પીડ નથી પકડી શકતી. આથી અન્ય લોકોની તુલનામાં ઝડપથી આર્થિક સદ્ધરતા અથવા ગુજરાન ચલાવવા માટે આ જાતિનો કેટલોક વર્ગ અણસમજાઈ થકી ૧૯૮૯ માં અમલમાં આવેલ એટ્રોસિટી એક્ટનાં દુરુપયોગ તરફ મહદઅંશ વળ્યો છે. જેના પરિણામો ધીરે ધીરે સામે આવી રહ્યા છે.

અનુજાતિના પ્રભુદ્ધ અને આર્થિક રીતે પરિપક્વ બની રહેલા લોકોનું માનવું છે કે કેટલાંક લોકો એના અંગત રાગદ્વેષ નું પોષણ કરવા આવા મહાન કાયદાઓના દુરુપયોગ કરતા હોવાનું અમો જાણીએ છે પરંતુ એકએકને કહેવા કે સમજાવવા માટે જે સિસ્ટમ જોઈએ તે સરકાર જેવી સક્ષમ તો અમારી પાસે નથી જ હોવાની.

તેથી સરકાર આવા નિગમોમાં જ્ઞાતિ જાગૃતિ અભિયાનનો કાર્યક્રમ ઉમેરે અને એ બાબતે જાતિના આગેવાનો/સંસ્થાઓને રકમ ફાળવે તો લોકસમજ કેળવવા વધુ આસાની બની રહે. સરકારના નાણાનો દુરુપયોગ ન થાય તેવા હેતુસર ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં કાઉન્સિલ ની રચનાઓ અનુજાતિના અગ્રણીઓ કરી રહ્યા છે, જેનાથી આવનારા દિવસોમાં વધુ ઝડપથી સમુચો વિકાસ સંભવ બનાવી શકાય.