CISF ફોર્સના જવાનોએ હાથ ધરી સફાઈ સેવા, શહેરના બધા જ વિસ્તારો આવરી લેવાનો જોશ

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશ અને રાજ્યમાં અનેકવિધ આત્મનિર્ભર કાર્યો ચાલી રહ્યા છે ત્યારે પોરબંદર માં CISF ફોર્સ દ્વારા સામુહિક સફાઈ અભિયાન આજથી ૩૧ ઓક્ટોબર સુધી હાથ ધરવામાં આવ્યું છે.

સીતારામ નગરની પાસે આવેલ હવામાન કેન્દ્ર નજીક cisf કોલોની પાસેથી તેની શરૂઆત કરવામાં આવી છે. જે ૩૧ ઓક્ટોબર સુધી શહેરના અનેક નામાંકિત વિસ્તારોમાં સફાઈ હાથ ધરશે,

આ તકે સ્થળ પર કાર્યરત ફોર્સ ઇન્ચાર્જના ઇન્સ્પેકટર શ્રીએ જણાવ્યું હતું કે આ સેવા મીડિયા પબ્લિસિટી માટે ન હોતા વાસ્તવિક રીતે ફોર્સમાં ફરજ બજાવતા એક એક જવાનની લાગણીનો ભાગ હોવાથી અમે દિલથી આ કાર્યમાં જોડાયા છે અને ૩૧ ઓક્ટોબર બાદ પણ ટુકડીઓમાં વહેંચાઈ ને આ સેવા લગાતાર કરતા રહીશું.

સીઆઈએસએફ ની આ ફોર્સ મોટાભાગે એરપોર્ટ સિક્યુરિટી વ્યવસ્થા સાથે જોડાયેલ હોય છે