PM મોદી-સોનિયા સહિત અનેક નેતાઓએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને આપી શ્રદ્ધાંજલિ

આજે દેશમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 153મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશભરમાં બાપુને યાદ કરીને અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજઘાટ પહોંચ્યા હતા. ત્યાં તેમણે બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ વડાપ્રધાન વિજયઘાટ પહોંચ્યા હતા અને ત્યાં લાલ બહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ આપી છે.

પીએમ મોદી ઉપરાંત અનેક નેતાઓ બાપુના સમાધિ સ્થળ રાજઘાટ પર પહોંચી રહ્યા છે. આ પહેલા કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગંધી અને મલ્લિકાર્જૂન ખડગેએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી છે. આ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ જગદીપ ખનખડે પણ બાપુને નમન કર્યા હતા. રાજઘાટ ખાતે બાપુની સ્મૃતિમાં સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પીએમ નરેન્દ્ર મોદી, અન્ય કેટલાંક કેબિનેટ મંત્રીઓ અને અન્ય માન્યગણ હાજર હતા. આ કાર્યક્રમ 7:30થી 8:30 વાગ્યા દરમિયાન રાજઘાટ પર યોજવામાં આવ્યો હતો.

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ગાંધી જયંતિ નિમિત્તે બાપુને યાદ કરતાં કહ્યું કે, આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ પર આપણે મહાત્મા ગાંધીના જન્મ દિવસ અને શાંતિ, સમ્માન અને બધા દ્વારા શેર કરવામાં આવેલી આવશ્યક ગરિમાના મૂલ્યોની ઉજવણી કરીએ છીએ. આપણે મહાત્મા ગાંધીના મૂલ્યોને અપનાવીને અને વિવિધ સંસ્કૃતિઓમાં કામ કરીને આજના પડકારોને હરાવી શકીએ છીએ.