મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગાંધી જયંતી નિમિત્તે પોરબંદરમાં

પોરબંદર એરપોર્ટ ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આજે ગાંધીભૂમિ પોરબંદર એરપોર્ટ ખાતે પદાધિકારીઓ અને અધિકારીઓએ ઉષ્મા ભર્યું સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે કૃષિમંત્રી તથા જિલ્લા પ્રભારી રાઘવજીભાઈ પટેલ , ધારાસભ્ય શ્રી બાબુભાઈ બોખીરીયા, રેન્જ આઈ.જી શ્રી નિલેશ જાજડીયા, કલેકટર અશોક શર્મા, જિલ્લા પોલીસ વડા રવિ મોહન સૈની, જિલ્લા અગ્રણીશ્રી કિરીટભાઈ મોઢવાડીયા સહિત અધિકારીઓ તથા પદાધિકારીઓએ પુષ્પગુચ્છ આપી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

ત્યારબાદ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલએ કીર્તિ મંદિર ખાતે સર્વધર્મ સભામાં જવા માટે પ્રસ્થાન કર્યું હતું.