આઈ સોનલ માં શૈક્ષણીક એન્ડ સામાજીક ચેરી. ટ્રસ્ટ દ્વારા નવરાત્રિ

આઇ સોનલ માં નવરાત્રી ઉત્સવ દવારા સોનલ મંદીરે  નવરાત્રીનુ ભવ્ય આયોજન કરવામાં કરવામાં આવ્યુ છે જેમા નવે નવ દિવસે ચારણ સમાજના યુવાનો દવારા અવનવા સ્ટેપના રાસો રજુ કરવામા આવશે જેમા રાસ મણીયારો મુખ્ય છે.  ચારણ ક્ધયાઓ દવારા પરંમપરા મુજબ રાસ ગરબા રમવામા આવશે જેમાં  રાસ ત્રીશુલ  મુખ્ય છે.

આ નવરાત્રીનુ પ્રથમ દિવસે સમસ્ત ચારણ સમાજના આગેવાનના હસ્તે ગરબાનુ દીપ પ્રગટાવી કરી  શુભ શરુઆત કરવામા આવી હતી.   જામનગર શહેરની આ પ્રાચીન ગરબીને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ દેવીદાન ગઢવી તેમજ સર્વે ટ્રસ્ટીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.