ભાણવડ પ્રમુખ પર હુમલો કરનાર તલાટી પર 307 સહિતની કલમો હેઠળ ગુન્હો દાખલ 

ભાણવડ ના તાલુકા પંચાયતના પ્રમુખ પર હુમલો કરનાર તલાટી મંત્રી પર 307 સહિતની કલમો હેઠળ ગુન્હો દાખલ
ગઈ કાલે તાલુકા પંચાયતના પ્રમુખ માલદેભાઈ રાવલિયા અને તેમના ભાઈ જેઠાભાઇ રાવલિયા પર  ફતેપુર ગામે જ હુમલો કરવામાં આવ્યો હતો, તલાટી અને પ્રમુખ વચ્ચે બોલાચાલી થતા તલાટી દ્વારા છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો
તલાટી મંત્રી પ્રદિપસિંહ ડોડીયા એ તાલુકા પંચાયતના પ્રમુખ પર છરી વડે હુમલો કરતા સારવાર અર્થે જામનગર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા
આરોપી તલાટી પ્રદીપસિંહ વિરુધ 307 સહિતની કલમો લગાડવામાં આવી હતી
પોલીસ દ્વારા પ્રદિપસિંહ ડોડીયાને ઝડપી વધુ તપાસ હાથ ધરવામાં આવી…