RTI એક્ટીવીસ્ટનો પત્રકાર પર હુમલો, પત્રકારોમાં રોષની લાગણી

પત્રકારો પર હુમલાઓ સરેઆમ બની રહ્યા છે ત્યારે પોરબંદરના યુવા પત્રકાર ઋષિ થાનકી પર હુમલો થયાના સમાચાર આવી રહ્યા છે, પોરબંદરમાં આરટીઆઈ એક્વીટીસ્ટ તરીકે પંકાયેલા પ્રફુલ દતાણીએ આ હુમલો કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. પોરબંદર કમલાબાગ પોલીસે ૪૦ લાખની ખંડણીના એક કેસમાં પ્રફુલ ની અટકાયત કરી હતી ત્યારે કવરેજ અર્થે ઋષિ થાનકી શુટીંગ કરતા હતા ત્યારે આ ઘટના ઘટી છે.

પોરબંદરમાં ટાઉન પ્લાનિંગ ના સળગતા મુદ્દામાં ટાઉન પ્લાનિંગ ચેરમેન પાસે ખંડણી સ્વરૂપે પૈસા માંગ્યા હોવાની ફરિયાદના કામે  વધુ વિગતો એકત્ર કરવા પોલીસે પ્રફૂલની અટકાયત કરી હતી, ત્યારે જ ઘટના આ ઘટતા પત્રકારોમાં રોષની લાગણી ફેલાઈ છે, પત્રકાર ઋષિ થાનકીએ પણ પોલીસને અરજી આપી હોવાથી પોલીસ હવે બેવડે મુદ્દે તપાસ કરી રહી છે.