દોસ્તી: ભારત UNSCમાં રશિયા વિરુદ્ધ લાવવામાં આવેલા પ્રસ્તાવ પર વોટિંગથી દૂર રહ્યુ

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં અમેરિકા અને અલ્બાનિયા દ્વારા એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. જેમાં રશિયાના ગેરકાયદે લોકમત અને યુક્રેનિયન પ્રદેશો પર તેના કબજાની નિંદા કરવામાં આવી હતી. આ પ્રસ્તાવમાં માગ કરવામાં આવી હતી કે રશિયા પોતાના સૈનિકોને યુક્રેનમાંથી પાછા બોલાવી લે. આ માટે યુએનએસસીમાં વોટિંગ પણ થયુ પરંતુ ભારતે આનાથી અંતર રાખ્યુ. ભારતની સાથે-સાથે ચીને પણ વોટિંગ કર્યુ નહીં અને રશિયાનો સાથ આપ્યો. ભારતે હજુ સુધી યુક્રેનમાં સંઘર્ષને રશિયન આક્રમણ કહ્યુ નથી.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના 15 દેશોએ આ પ્રસ્તાવ પર મતદાન કરવાનુ હતુ પરંતુ રશિયાએ આની સામે વીટોનો ઉપયોગ કરી દીધો. આ કારણ પ્રસ્તાવ પસાર થઈ શક્યો નહીં. આ પ્રસ્તાવના સમર્થનમાં 10 દેશોએ મતદાન કર્યુ અને ચાર દેશ મતદાનમાં સામેલ થયા નહીં. સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ગુરુવારે કહ્યુ કે ધમકી કે બળ પ્રયોગથી કોઈ દેશ દ્વારા કોઈ અન્ય દેશના વિસ્તારો પર કબ્જો કરવો સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય કાયદાના સિદ્ધાંતોનુ ઉલ્લંઘન છે.

સંયુક્ત રાજ્ય અમેરિકા અને અલ્બાનિયા દ્વારા લાવવામાં આવેલા પ્રસ્તાવ પર યુએનએસસીમાં ભારતનો પક્ષ રાખતા સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે શાંતિ, કૂટનીતિ અને સંવાદની વાત કહી. તેમણે કહ્યુ કે યુક્રેનમાં તાજેતરના ઘટનાક્રમથી ભારત ખૂબ પરેશાન છે. બાદમાં તેમણે કહ્યુ કે સ્થિતિની સમગ્રતાને જોતા ભારત મતદાનથી દૂર રહ્યુ. અમે હંમેશા એ વાતની વકાલત કરી છે કે માનવ જીવનની કિંમત પર ક્યારેય કોઈ સમાધાન કાઢી ના શકાય. અમે આગ્રહ કરીએ છીએ કે હિંસા અને શત્રુતાને તાત્કાલિક પૂરુ કરવા માટે સંબંધિત પક્ષો દ્વારા તમામ પ્રયત્નો કરવા આવે. સંવાદ જ મતભેદો અને સંવાદોને ઉકેલવાનો એકમાત્ર ઉત્તર છે.

ઉલ્લેખનીય છેકે રશિયાએ જાહેરાત કરી છે કે યુક્રેનના ડોનેત્સ્ક, લુહાન્સ્ક, યુક્રેનિયન પ્રદેશો ખેરસન અને ઝાપોરિઝ્ઝ્યાને લોકમત બાદ રશિયા સાથે જોડી દેવામાં આવ્યા છે.