બોલીવૂડ અને ગ્લેમર વર્લ્ડની ઝાકઝમાળ વડે હજારો યુવાઓને પોતાની તરફ આકર્ષતા મુંબઈ શહેરમાં એક મોડેલે આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા પહેલા મોડેલે સુસાઈડ નોટમાં પોતાનુ દર્દ વર્ણવ્યુ હતુ.આ મોડેલ અંધેરી વિસ્તારમાં એક હોટલમાં રુમ ભાડે લઈને રહેતી હતી.બુધવારે બપોરે બે વાગ્યે મોડેલે હોટલમાં ચેક ઈન કર્યુ હતુ .તેનુ નામ આકાંક્ષા મોહન હોવાનુ અને તે લોખંડવાલાની યમુના નગર સોસાયટીમાં રહેતી હતી.
ગુરુવારે વેઈટરે આ મોડેલ જે રુમમાં રહેતી હતી તેની બેલ સંખ્યાબંધ વગાડી હતી પણ અંદરથી કોઈ અવાજ નહીં આવતા તેણે મેનેજરને જાણ કરી હતી.મેનેજરે માસ્ટર ચાવીથી રુમ ખોલ્યો તો મોડેલ પંખા સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતી જોવા મળી હતી. પોલીસને એક સુસાઈડ નોટ પણ મળી આવી છે.જેમાં મોડેલે લખ્યુ છે કે, મને માફ કરો, મારી આત્મહત્યા માટે કોઈ જવાબદાર નથી.કોઈને હેરાન ના કરતા, હું ખુશ નથી , મને શાંતિ જોઈએ છે બસ.
જોકે વર્સોવા પોલીસે કેસ નોંધ્યો છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. જીવનથી ખુશ ન હોવાને કારણે આત્મહત્યા કરવાનું સાચું કારણ છે કે પછી કંઈક બીજું છે. પોલીસ તેની તપાસ કરી રહી છે.