નાસતા-ફરતા આરોપીને પોરબંદર SOGએ ઝડપી પાડ્યો

જુનાગઢ રેન્જના ઈન્ચાર્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.રવિ મોહન સૈની દ્રારા પોરબંદર જિલ્લાના નાર્કોટીકસના ગુન્‍હામાં નાસતા ફરતા આરોપીને પકડવા અંગે ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર એચ.બી.ધાંધલ્યાને સૂચના આપવામાં આવેલી હતી. જે સુચનાના આધારે આરોપી કિલોલ જોષી અમદાવાદ હોવાની ASI કે.બી.ગોરાણીયા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.એસ. ચાંઉ તથા પોલીસ કોન્સ્ટેબલ સમીર જુણેજાને સંયુક્ત બાતમી મળી હતી.

બાતમીના આધારે અમદાવાદ ખાતે સદર જગ્યાએ એસ.ઓ.જી ટીમને રવાના કરેલી અને અમદાવાદ ખાતે તેના રહેણાંક મકાનેથી કીલોલ મનહરલાલ જોષીને પુછપરછ માટે પોરબંદર લાવતા પુછપરછ દરમ્યાન સદર મુદામાલ કબ્જે કરી તે પોતે આપેલી હોવાની કબુલાત આપતા મજકુરને સી.આર.પી.સી 41 (1) (I) મુજબ અટક કરી ઉધોગનગર પોલીસ સ્ટેશન ખાતે સોપવામા આવ્યો હતો. કામગીરી કરનાર અધિકારી-કર્મચારી ઈન્ચાર્જ પીઆઈ એચ.બી.ધાંધલ્યા તથા એ.એસ.આઇ કે.બી.ગોરાણીયા તથા પો.હેડ.કોન્સ.રવિ ચાંઉ, મોહીત ગોરાણીયા, સરમણ રાતીયા તથા પોલીસ કોન્સ.વિપુલ બોરીચા, સમીર જુણેજા, સંજય ચૌહાણ, ભીમા ઓડેદરા તથા ડ્રા એ.એસ.આઇ માલદે પરમાર તથા ડ્રા.પો.હેડ.કોન્સ ગીરીશ વાજા રોકાયેલા હતા.