ભાણવડ તાલુકાના રાણપર ગામે ઝઘડામાં સાળાએ કુહાડીના ઘા મારી બનેવીને મોતને ઘાટ ઉતાર્યો
ભાણવડ તાલુકાના રાણપર ગામે સાળા અને બનેવીની તકરારમાં બે સાળાએ મળીને બનેવીને કુહાળી વળે રહેંશી નાખ્યો વચ્ચે પડનાર મહિલા પણ ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભાણવડ તાલુકાના રાણપર ગામે સાંજના 5 વાગ્યાં ના સમયે દલિત પરિવારના સબંધમાં થતા સાળા અને બનેવી વચ્ચે ઉગ્ર બોલાચાલી અને તકરાર થઇ હતી જેમાં મૃતક પોલાભાઈ સાદીયાની તેમના જ સાળા અરવિંદ નથુ ખરા અને ગોવિંદ નથુ ખરા દ્વારા કુહાળીના ઘા મારીને કમકમાટી ભેર હત્યાં કરી દેવામાં આવી છે. સામાન્ય પણે શાંત રહેતા આ નાનકડા ગામમાં હત્યાના આ બનાવથી ચકચાર વ્યાપી ગયો છે. સાળા બનેવીના ખૂની ખેલમાં પરિવારની એક મહિલા વચ્ચે પડતા તે પણ ઈજાગ્રસ્ત થયેલ જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. અને મૃતક પોલાભાઈ સાદીયાનો મૃતદેહ પી. એમ. અર્થે ભાણવડ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આમ આ બનાવ પારિવારિક ઝઘડામાં થયો હોવાનું પ્રાથમિક રીતે દેખાઈ આવે છે સાથે જ બનાવની દરેક કળી મેળવવા માટે પોલીસ સઘન તપાસ ચલાવી રહી છે તેમજ વધુમાં મળતી માહિતી મુજબ આરોપીને પણ પોલીસે ઝડપી પાડેલ છે.
સમગ્ર ઘટનાની જાણ થતાં જ ભાણવડ ના PSI પી.ડી.વાંદા સહિત નો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી સમગ્ર કાર્યવાહી હાથ ધરી હતી