એબીટુ લોકસમીક્ષા સર્વે ૨૦૨૨ નો લોકોમાં ઇંતજાર

સમાચાર માધ્યમના ડિજિટલ અખબાર તરીકે લોકોના હૃદયમાં એબીટુ સ્થાન જમાવી રહ્યું છે, વર્ષમાં બે વખત જિલ્લાના તમામ સરકારી કર્મચારીઓનો લોકાભિગમ ખંગોળી ને તેમાંથી વિસ સર્વોચ્ચ નામ સર્વે બાદ પ્રસિદ્ધ કરવામાં આવે છે.

જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસવડાને બાદ રાખીને બાકીના બધા જ સરકારી મુલાજીમોનો સર્વેમા લોક અભિગમ ચકાસવામાં આવે છે. ઉપરના ત્રણેય અધિકારીઓ સરકાર ને રી પ્રેઝન્ટ કરતા હોય તેમજ ભાગ્યે જ તેમાંથી કોઈ લોક અભિગમ ન ધરાવતું હોવાથી સર્વેમા તેને બાકાત રાખવામાં આવે છે.

આ સિવાયના સરકારી કર્મચારીઓમાં મહેસુલ, રેવન્યુ, પંચાયત, પોલીસ અને હોસ્પિટલના તમામ કર્મચારીઓ માટે જનતા કેવો અભિપ્રાય ધરાવે છે તે સર્વેમા ઉભરીને આવે છે. નકારાત્મક અભિપ્રાય પણ જાણવા મળે છે પરંતુ તેને સર્વેમા ઉજાગર કરવામાં આવતો નથી.

આ વર્ષનો સર્વે તૈયાર થઈ ગયો છે, જે ઓક્ટોબર માં પ્રસિદ્ધ થશે.