ભારતમાં આતંકવાદી હુમલાનુ જોખમ, હવે કેનેડાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી

ભારતે કેનેડામાં ભારતીયોને વધતી જતી નફરત, અપરાધો અને વંશીય હિંસા તેમજ ભારત વિરોધી ગતિવિધિઓ સામે સતર્ક રહેવા માટે 23 સપ્ટેમ્બરે એડવાઈઝરી બહાર પાડી હતી.

હવે કેનેડાએ કોઈ પણ કારણ વગર જ તેનો જવાબ આપીને આવી જ એક એડવાઈઝરી પોતાના નાગરિકો માટે બહાર પાડી છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે, કેનેડાના નાગરિકોએ ભારતના ગુજરાત, પંજાબ અને રાજસ્થાનમાં પાકિસ્તાન સાથેની બોર્ડરને અડીને આવેલા વિસ્તારોમાં યાત્રા કરવી જોઈએ નહીં.

કેનેડાની સરકારે આ એડવાઈઝરી પોતાની વેબસાઈટ પર મુકી છે અને તેને છેલ્લે 27 સપ્ટેમ્બરે અપડેટ કરવામાં આવી છે.જેમાં એવુ પણ કહેવાયુ છે કે, ભારતમાં આતંકી હુમલાનો ખતરો હોવાથી કેનેડાના નાગરિકોએ સાવધાની રાખવાની જરૂર છે અને આ માટે આસામ તથા મણીપુરની બીનજરૂરી યાત્રા કરવાનુ ટાળવુ જોઈએ.