Bigg Boss 16: શુ 1000 કરોડ છે સલમાન ખાનની ફી? એક્ટરે કર્યો ખુલાસો

સલમાન ખાન ફરી એકવાર બિગ બોસની નવી સીઝન સાથે કમબેક કરી રહ્યો છે. આ શોની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી અને આખરે મંગળવારે શોની પ્રેસ કોન્ફરન્સ ઈવેન્ટ થઈ હતી જ્યાં સલમાને ઘણા સવાલોના જવાબ આપ્યા. તમને જણાવી દઈએ કે, દર વર્ષે સલમાનની ફી ચોક્કસપણે ચર્ચામાં રહે છે. આ વખતે સમાચાર આવી રહ્યા હતા કે, સલમાને આ સીઝન માટે 1,000 કરોડ લીધા છે. તો જ્યારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સલમાનને આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે આ સમાચારને ખોટા ગણાવ્યા હતા. આ સાથે સલમાને જે જવાબ આપ્યો તે રમૂજી છે.

શું બોલ્યો સલમાન

સલમાને કહ્યું કે જો મને આટલા પૈસા મળે તો હું લાઈફમાં ક્યારેય કામ ન કરું. તેનો એક ચોથાઈ ભાગ પણ નથી. આગળ સલમાને જણાવ્યું કે, મારા ખર્ચા પણ વધારે છે. જેમ કે, વકીલને પૈસા આપવા. તેના વકીલનું નામ પણ સલમાન ખાન જ છે. અહીંથી સલમાન ખાન લઈ જાય છે અને બીજી તરફ સલમાન ખાન લઈ જાય છે.

ઈન્કમ ટેક્સ વાળા આવ્યા હતા

સલમાને ફરી રમૂજ કરતા રહ્યું કે, આ 1000 કરોડની મારી ફીસ વિશે સાંભળીને ઈન્કમ ટેક્સ વાળા મારા ઘરે આવ્યા હતા અને તપાસ કરી હતી. પરંતુ પછી તેમને વાસ્તવિકતા ખબર પડી કે મારી પાસે શું છે. સલમાનની વાત સાંભળીને બધા હસવા લાગ્યા હતા.

સલમાને એ અફવાઓ પર પણ પ્રતિક્રિયા આપી જેમાં કહેવામાં આવ્યું હતું કે, તે બિગ બોસ 16 હોસ્ટ નહીં કરશે. તેમણે કહ્યું કે, તે લોકો પણ ક્યારેક ક્યારેક પરેશાન થઈ જાય છે અને કહે છે કે, તેમણે હવે આ શો નથી કરવો. પરંતુ તેઓ મને લેવા માટે મજબૂર છે. જો હું આ શો હોસ્ટ નહીં કરીશ તો કોણ કરશે. તેમની પાસે બીજો કોઈ ઓપ્શન નથી ને.

સલમાને આ સીઝનને લઈને એક ખુલાસો એ પણ કર્યો છે કે, આ વખતે શો ના વીકેન્ડ શુક્રવાર અને શનિવાર હશે. અત્યાર સુધી શનિવાર અને રવિવાર જ વીકેન્ડ રહેતો હતો.

સ્પર્ધકોના નામ

જે સ્પર્ધકોના નામની પુષ્ટિ થઈ રહી છે તેમાં ટીના દત્તા, શાલીન ભનોટ, સુમ્બુલ તૌકીર, શિવ ઠાકરે, શિવિન નારંગ, માન્યા સિંહ, સૌંદર્ય શર્મા અને નિમરત કૌર આહલુવાલિયા છે. આ શો 1 ઓક્ટોબરથી ચાલુ થશે.