આલિયા અને રણબીરનાં આવનારાં બાળકનો રૂમ તૈયાર

મુંબઇ : રણબીર કપૂર અને આલિયા ભટ્ટ હાલપોતાની ફિલ્મ બ્રહ્માસ્ત્રની સફળતાનો આનંદ માણી રહ્યું છે. બન્ને પોતાના પ્રથમ બાળકના સ્વાગતની તૈયારી પણ કરી રહ્યું છે. હાલમાં તેમણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતુ કે, તેમની બેબીનો રૂમ તૈયાર થઇ ગયો છે.   રણબીરે જણાવ્યું હતુ કે, અમે આવનારા બેબીની સઘળી તૈયારી કરી લીધી છે. તેના માટે વિશેષ રૂમ પણ તૈયાર થઇ ગયો છે. તેમનું નવું ઘર કૃષ્ણરાજ બંગલાનું કામ ચાલી રહ્યું છે અને તે કામકાજ જોવા માટે પણ તેઓ વારંવાર જઇ રહ્યા છે. આજે પણ આલિયા અને રણબીર નવી ઈમારતના બાંધકામનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હોવાના ફોટા વાયરલ થયા હતા.

આલિયાએ એક વાતચીત દરમિયાન જણાવ્યુ હતુ કે, અમે નાનામાં નાની બાબતો પર ધ્યાન આપી રહ્યા છીએ.પરંતુ હું માનું છું કે, કદી કોઇ સંપૂર્ણ રીતે તૈયારી કરી શકતું નથી. ક્યાંકને ક્યાંક ખામી રહી જતી હોય છે.

રોજ પોતાને આ માટે તૈયાર કરવા પડતા હોય છે. રણબીરે મજાકમાં એમ પણ કહ્યુ હતું કે, અત્યારે તો અમારી વચ્ચે બાળઉછેરના એક પુસ્તક માટે ઝઘડો ચાલી રહ્યો છે. આલિયાએ જે પુસ્તક વાંચ્યુ છે તે હું પણ વાંચુ તેમ આલિયા ભારપૂર્વક મને કહી રહી છે.

હું આલિયાને સમજાવી રહ્યો છું કે, પુસ્તક આપણને બાળઉછેર શીખવી નહીં શકે.આપણે જ અનુભવથી આગળ વધવું પડશે.