શ્રી બરડાઈ વિદ્યોતેજક ઝુંડાળા ખાતે બીજા
દિવસેમાં અંબેની આરતી ઉતારી, કોરોના મહામારીમાં બરડાઈ બ્રાહ્મણ સમાજના પરિવારના સભ્યો મૃત્યુ પામ્યા તેમની આત્માને શાંતિ માટે બે મિનિટનું મૌન પાળી, ખલૈયાઓ એ નવરાત્રી રાસ રમવાની શરૂવાત કરી હતી, જ્ઞાતિની બહેનો માતાઓ માટે રાસ રમવાની વ્યવસ્થા પ્રદાન કરતી આ સમિતિ પુરુષો માટે બેસવાની અને ચા પાણીની વ્યવસ્થા પણ રાખે છે, જેમ જેમ નવરાત્રી આગળ ધપશે તેમ તેમ જ્ઞાતિના વિવિધ મહાનુભાવો, દાતાઓ અને વગદાર પ્રભુત્વ ધરાવતા જ્ઞાતિના પ્રભુદ્ધો આ રાસોત્સવની મુલાકાત અચૂક લેતા હોય છે.
આ નવ દિવસોમાં દરરોજ રાત્રે જાણે કે જ્ઞાતિનું સ્નેહમિલન મળતું હોય તેમ જ્ઞાતિના હૈયેહૈયા દળાય તેવી મેદની પટાગણમાં હોય છે, આ આયોજન અને સંચાલન બર્ડાઈ બ્રાહ્મણ જ્ઞાતિની અદની એક સંસ્થા શ્રી ત્રિકમાચાર્યજી સેવાસમિતિના યુવાનો કરે છે.