- હાઇવે ઓથોરિટી નિષ્ફળ હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો
પોરબંદરને ચારે બાજુ નેશનલ હાઇવેનો લાભ મળ્યો છે, પરંતુ એ જ નેશનલ હાઈવે અનેક પોરબંદર વાસીઓ સહિત પ્રવાસીઓ માટે જોખમી બની ચૂક્યો છે. મુખ્ય હાઈવે પર અડીંગો જમાવીને બેસતા અને ઉભતા પશુઓ વારંવાર અકસ્માત સર્જી રહ્યા હોવા છતાં તગડો ટોલટેક્સ વસૂલતી નેશનલ હાઈવે ઓથોરિટી આ મુદ્દે ગંભીર બનતી નથી. આ અંગે કોંગ્રેસ દ્વારા કેન્દ્રીય મંત્રીને ફરિયાદ કરાઇ છે. કોંગ્રેસે ફરિયાદ કરી જણાવ્યું છે કે પોરબંદર દ્વારકા સોમનાથને જોડતો નેશનલ હાઈવે અને પોરબંદર રાજકોટ વાળા નેશનલ હાઇવેની સુવિધા પ્રાપ્ત થઈ છે. પરંતુ આ હાઈવે પશુઓ અને લોકો માટે યમદૂત સાબિત થયો છે.
બેફામ સ્પીડે જતા વાહનો આજે અચાનક ગાય, નંદી, નીલગાય, શિયાળ, શ્વાન ડુક્કર સહિત પશુઓ વાહન આડે ઉતરે છે. જેના કારણે વાહન અકસ્માત સર્જાય છે. જેમાં અસંખ્ય નિર્દોષ માનવ જિંદગીઓ મોતને ભેટી સુકી છે. અનેક આસપાસ પદ યુવાનોના આ હાઇવે પર સર્જાયેલ વાહન અકસ્માતમાં ભોગ લેવાય ચૂક્યા છે. હોટલ અને ધાબાવાડા લોકોએ ડિવાઈડરમાં ખાચા પાડ્યા છે.
જેથી ગંભીર અકસ્માતો સર્જાય છે, આમ છતાં તેને અટકાવવાની જેની જવાબદારી છે તે નેશનલ હાઈવે ઓથોરિટી આ મુદ્દે કોઈ નક્કર કાર્યવાહી કરતી નથી. રામદેવભાઈ મોઢવાડિયાએ કેન્દ્રીય મંત્રીને ફરિયાદ કરી જણાવ્યું છે કે નેશનલ હાઈવે ઓથોરિટી વાહન ચાલકો પાસેથી તગડો ટોલટેક્સ વસુલે છતાં રખડતા પશુઓને દૂર કરવા માટે કોઈ જ કાર્યવાહી કરતું નથી, તે શરમજનક હોવાનું જણાવ્યું છે.
હાઇવે ઉપર ગાંડા બાવળનું સામ્રાજ્ય
પોરબંદર રાજકોટ નેશનલ હાઇવે પર અનેક જગ્યાએ ગાંડા બાવળનું સામ્રાજ્ય સવાઈ ગયું છે, ચોમાસા દરમિયાન થયેલ વરસાદને લીધે બાવળની ડાળીઓ રોડ ઉપર જોખમી બની છે, જેના લીધે અકસ્માતો સર્જાઇ રહ્યા હોવાથી તંત્ર દ્વારા ડાળીઓનું કટીંગ કરવામાં આવે તેવી માંગ કરી છે.
પોરબંદરના નેશનલ હાઈવે પર અનેક જગ્યાએ ડિવાઈડર તોડીને અવરજવર માટે ખાચા બનાવ્યા છે. જેથી આ ખાચા માંથી બનાવેલ શોર્ટકટનો ઉપયોગ અનેક વાહન ચાલકો કરે છે, ત્યારે અકસ્માત સર્જાય છે. પોરબંદર જિલ્લામાં આવા ખાચામાંથી પસાર થતા વાહનનો દ્વારા યોજાયેલા અકસ્માતોમાં અનેક નિર્દોષ માનવ જિંદગી હોમાઈ છતાં હાઈવે ઓથોરિટી મૌન ધારણ કરીને બેસી છે. જેથી યોગ્ય કરવામાં આવે તેવી માંગ કરાય છે.