ગુજરાત વિધાનસભા ચૂંટણી : રજા આપવા છતા વોટિંગ ન કરનારા સામે એક્શન લેવાશે

ગાંધીનગરમાં આયોજીત પત્રકાર પરિષદમાં ચીફ ઈલેક્શન કમિશનર રાજીવ કુમારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારી અંગે મહત્વની માહિતી આપી છે.

દિવ્યાંગો માટે ખાસ વ્યવસ્થા કરાશે

ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ગુજરાતની ચૂંટણી અંગેની તૈયારી વિશે જણાવતા કહ્યુ કે પોલિંગ સ્ટેશન પર તમામ વ્યવસ્થા કરાશે. મતદાન પ્રથમ માળે નહિ પરંતુ ગ્રાઉન્ડ ફ્લોર પર રહેશે. વિકલાંગ અને દિવ્યાંગ માટે વ્યવસ્થા કરાશે. 7 મતદાન કેન્દ્રો એવા હશે કે જેમાં માત્ર મહિલા મતદાન કરશે. જેમાં મહિલા પોલિંગ અધિકારીઓ અને પોલીસ પણ મહિલા હશે. તમામ કેન્દ્રો પર એક દિવ્યાંગ બુથ હશે જ્યાં માત્ર દિવ્યાંગ મતદાન કરી શકશે. 10 ઓક્ટોબર પછી મતદાર મતદાન કાર્ડ કઢાવી શકશે.

કલેક્ટરને સૂચના અપાઈ કે 100 વર્ષથી વધુની ઉંમરના લોકોનું ઘરે જઈને સન્માન કરવામાં આવે કારણ કે તેઓ 100 વર્ષના વોટર છે. જે મતદાર ઉંમરલાયક હશે એટલે કે 80 થી 100 વર્ષ ના તેમને લાવવામાં અને મુકવામાં આવશે. આ ઉપરાંત કોઈ ઉંમર લાયક મતદાર મત આપવા ન આવતા હોય તો ચૂંટણીના અધિકારીઓ તેમના ઘરે જશે અને તેમની પાસે મતદાન કરાવશે. આ ઉપરાંત તેમને એક ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મની સમગ્ર પ્રકિયા વિડીયોગ્રાફી થશે. મતદાન ગણતરી વખતે તેમના મતની ગણતરી થશે. તેઓ મતદાન કરશે ત્યારે તેમના વિસ્તારના ઉમેદવાર હાજર રહેશે અને સમગ્ર મતદાન પ્રકિયા ઘરે થશે. જેથી કોઈ વિરોધ ન કરી શકે.

સી વિઝલન કરીને એક એપ્લિકેશન જાહેર કરી છે. ચૂંટણી દરમિયાન થતા કોઈ ખોટા કામોનો વિડીયો બનાવીને કોઈ તેની ફરિયાદ કરે તો 100 મિનિટના ગાળામાં તે ફરિયાદના આધારિત પગલા ભરવામાં આવશે. ફરિયાદી પોતાનું નામ ગુપ્ત રાખવા માગે તો તે નામ પણ ગુપ્ત રહેશે. જેમાં દારૂ હેરાફેરી, રૂપિયાની લેતી દેતી કે હેરાફેરીનો કોઈ પ્રયાસ કરે તો તેઓ આ એપ્લિકેશન પર સીધી ફરિયાદ કરશે.

ચૂંટણી પંચે રાજકીય પક્ષો દ્વારા કરાયેલી રજૂઆત વિશે જણાવ્યુ

ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યુ કે ગઈકાલે રાજકીય પક્ષો સાથે બેઠક થઈ હતી અને તેમણે કેટલાક મુદ્દાઓ રજૂ કર્યા. બહુજન સમાજ પાર્ટી, કોંગ્રેસ, ભાજપ સહિત અન્ય રાજકીય પક્ષોએ તેમના સૂચન ચૂંટણી પંચને આપ્યા. જેવા કે પોલિંગ સ્ટેશન પર વેબ કાસ્ટ રિપોર્ટિંગ થવું જોઇએ, વોટીંગ દરમિયાન કોઈ રાજકીય પક્ષના માણસે બુથ પર હાજર ન રહેવું, સામાન્ય નાગરિકને હેરાનગતિ ન થાય તેવુ કરવુ, સામાન્ય વ્યક્તિને ચૂંટણીમાં કેસની કામગીરી દરમિયાન હેરાનગતિ ન કરવામાં આવે, સમગ્ર મામલે ચકાસણી કરીને પછી પગલા ભરવા, ઈન્ડસ્ટ્રી કંપનીઓ મતદાનના દિવસે કર્મચારીઓને રજા આપે અથવા મતદાન કરવાની રજા આપે તેવી રાજકીય પક્ષોએ રજુઆત કરી, નિવૃત કર્મચારીને ચૂંટણીલક્ષી કામગ્રીરીમાં ન જોડવા, Evm મશીન આવશે, ક્યાં જશે અને કઈ સ્ટોરેજ જગ્યાએ જશે તે રાજકીય પક્ષોને સૂચના આપવામાં આવશે અને તેમની પરવાનગી લેવામાં આવશે.

રજા આપવા છતા વોટિંગ ન કરનારા સામે એક્શન લેવાશે

5 હજારથી વધુ કર્મચારીઓ જે કંપનીમાં કામ કરે છે તે કંપની એક નોડલ ઓફિસરની નિમણૂક કરે કારણ કે કંપનીઓ મતદાન કરવા માટે રજા આપે છે તો કર્મચારીઓએ મત આપવા જવુ જોઈએ અને જે મત નથી આપતા તે કર્મચારીઓ સામે પગલા ભરાશે. મતદાન કરવું એ ફરજીયાત નથી કોઈ ખાસ પગલા નથી ભરવામાં આવતા પરંતુ આ વખતે તેમણે કેમ મતદાન નથી કર્યું, શુ કારણ હતા તેની જાણકારી મેળવવામાં આવશે. ગુજરાત ચૂંટણી પંચ આ મામલે વિવિધ કંપનીઓ સાથે MOU કરશે.

ચૂંટણીની તારીખ

ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યુ કેટલાક જ્યોતિષો છે જે પોતાની જાતે ચૂંટણીની તારીખ નક્કી કરી રહ્યા છે પરંતુ હજુ ચૂંટણી પંચે તારીખ નક્કી કરી નથી. ચૂંટણી પંચ તારીખ ટૂંક સમયમાં જાહેર કરશે અને મીડિયાને પહેલા જાણ કરશે. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યુ કે અમારા આવ્યા પહેલા જ કેટલા “સ્વ નિયુક્ત જ્યોતિષી” એ તારીખો જાહેર કરી છે જે ઠીક નથી.

17 SC સીટો

કુલ મતદારો 4,83,75,821

પુરુષ 2,50,06,770 મતદારો

મહિલા 2,33,67,760 મતદારો

80 થી વધુ ઉંમરના 10,36,459 મતદારો

ત્રીજી જાતિ 1,291 મતદારો

વિકલાંગ 4,13,866 મતદારો

100 વર્ષથી વધુ ઉંમરના 11,842 મતદારો

સર્વિસ ઇલેક્ટર્સ 28,045

કુલ 182 બેઠકો

જનરલ 142

SC 13

ST 27

રાજ્યમાં પોલિંગ સ્ટેશન 51, 782 છે. જેની એવરેજ 934 છે.

અર્બન વિસ્તારમાં 17, 506 પોલિંગ સ્ટેશન

રૂરલ 34, 276

વેબ કાસ્ટિંગ 25, 891