સાત માસમાં 8481 દસ્તાવેજ થયા, જે પૈકી 1505 મહિલાના નામે નોંધાયા

  • જાન્યુઆરીથી ઓગસ્ટ માસ દરમ્યાન જમીન, મકાન, દુકાનના દસ્તાવેજ બનાવવામાં વધારો થયો
  • સ્ટેમ્પ ડયુટીમાં રૂ. 4.83 કરોડ અને રજીસ્ટ્રેશન ફીની આવકમાં રૂ. 89 લાખનો વધારો થયો

પોરબંદરમાં દસ્તાવેજ બનાવવામાં વધારો નોંધાયો છે. ચાલુ વર્ષે જાન્યુઆરીથી ઓગસ્ટ માસ દરમ્યાન કુલ 8481દસ્તાવેજ થયા છે. મહિલાના નામે થયેલ દસ્તાવેજ ની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. મહિલાના નામે 1505 દસ્તાવેજ થયા છે. સ્ટેમ્પ ડયુટીમાં રૂ. 4.83 કરોડ અને રજીસ્ટ્રેશન ફીની આવકમાં રૂ. 89 લાખનો વધારો થયો છે. કોરોના મહામારી વચ્ચે પોરબંદર જિલ્લામાં આમતો પ્લોટ સહિતની મિલકતની લે વેચ ચાલુ રહી હતી પરંતુ આ વર્ષે દસ્તાવેજની સંખ્યામાં વધારો નોંધાયો છે. જાન્યુઆરી થી ઓગષ્ટ 2021 સુધીમાં પોરબંદર જિલ્લામાં કુલ 7712 દસ્તાવેજ થયા હતા.

આ સરખામણીએ જાન્યુઆરી થી ઓગસ્ટ 2022 સુધીમાં 8481 દસ્તાવેજ થયા છે. એટલેકે 769 જેટલા વધુ દસ્તાવેજ નોંધાયા છે. તેમજ મિલકત દસ્તાવેજની સંખ્યામાં વધારો થતાં દસ્તાવેજ માટેની સ્ટેમ્પ ડ્યુટી તેમજ રજિસ્ટ્રેશન ફીની આવકમાં પણ ખાસ્સો એવો વધારો નોંધાયો છે. પોરબંદર જિલ્લામાં જમીન, મકાન, દુકાન, ખેતી સહિતની મિલકતના સોદા થાય છે. આવી મિલકતના દસ્તાવેજની સંખ્યામાં વધારો થયો છે.

જનજીવન થાળે પડી રહ્યું છે. જમીન બજારમાં તેજી જોવા મળે છે. દસ્તાવેજની સંખ્યામાં વધારો થતાં સ્ટેમ્પ ડ્યુટીમાં ગત જાન્યુઆરી થી ઓગષ્ટ 2021 ની સરખામણીમાં આ વર્ષે રૂ. 4.83કરોડથી વધુની રકમની સ્ટેમ્પ ડયુટીમાં આવક અને રજિસ્ટ્રેશન ફીમાં રૂ. 89 લાખથી વધુની રકમની ફીની આવકમાં સરકારને ફાયદો થયો છે. મહિલાના નામે પણ દસ્તાવેજ બનાવવાની સંખ્યા વધી છે. ચાલુ વર્ષે જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીમાં મહિલાના નામે 1505 દસ્તાવેજ બન્યા છે.

જનજીવન થાળે પડી રહ્યું છે. જમીન બજારમાં તેજી જોવા મળે છે. દસ્તાવેજની સંખ્યામાં વધારો થતાં સ્ટેમ્પ ડ્યુટીમાં ગત જાન્યુઆરી થી ઓગષ્ટ 2021 ની સરખામણીમાં આ વર્ષે રૂ. 4.83કરોડથી વધુની રકમની સ્ટેમ્પ ડયુટીમાં આવક અને રજિસ્ટ્રેશન ફીમાં રૂ. 89 લાખથી વધુની રકમની ફીની આવકમાં સરકારને ફાયદો થયો છે. મહિલાના નામે પણ દસ્તાવેજ બનાવવાની સંખ્યા વધી છે. ચાલુ વર્ષે જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીમાં મહિલાના નામે 1505 દસ્તાવેજ બન્યા છે.

મહિલાના નામે દસ્તાવેજથી 1 ટકો રજિસ્ટ્રેશન ફીમાં ફાયદો
દસ્તાવેજ બનાવવામાં જો મહિલાના નામે દસ્તાવેજ બને તો રજિસ્ટ્રેશન ફીમાં 1 ટકાનો ફાયદો થાય છે. ઉદાહરણ તરીકે જો 10 લાખનું દસ્તાવેજ હોય તો રૂ. 10હજારની રજી. ફીમાં લાભ મળે છે. અવેજની રકમ જે હોય તેના પર 1 ટકો માફી મળે છે.
પોરબંદર સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે જાન્યુઆરી થી ઓગસ્ટ 2921 સુધીમાં જિલ્લામાં કુલ 7712 દસ્તાવેજ થયા હતા જ્યારે ચાલુ વર્ષે જાન્યુ.થી ઓગસ્ટ 2022 મા 8481 દસ્તાવેજ નોંધાયા છે.

સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફીની આવક
જાન્યુઆરીથી ઓગસ્ટ 2021માં દસ્તાવેજની કુલ રૂ. 16,08,42,535 ની સ્ટેમ્પ ડ્યુટીની આવક તથા કુલ રૂ. 2,90,89,618 ની રજિસ્ટ્રેશન ફીની આવક થઈ હતી જ્યારે જાન્યુ. થી ઓગસ્ટ 2022 સુધીમાં રૂ. 20,91,54,929 સ્ટેમ્પ ડ્યુટીની આવક તથા રૂ. 3,79,92,191ની રજિસ્ટ્રેશન ફિની આવક નોંધાઈ છે.

મહિલાના નામે થયેલ દસ્તાવેજની સંખ્યા
પોરબંદર જિલ્લામાં મહિલાના નામેથી જાન્યુ. થી ઓગસ્ટ 2021 સુધીમાં 1366 દસ્તાવેજ થયા હતા. જેમાં કુલ રૂ. 4,23,33,523 રજિસ્ટ્રેશન ફી નોંધાઇ છે જ્યારે જાન્યુ.થી ઓગસ્ટ 2022 સુધીમાં 1505 દસ્તાવેજમાં રૂ. 1,04,50,478 રજીસ્ટ્રેશન ફી નોંધાઇ છે.