શહેરમાં રોગચાળો ફેલાય તેવી સ્થિતિ
મેલેરિયાના, ડેંગ્યુના, ચિકન ગુનિયાના કેસો આવતા હશે, પરંતુ આરોગ્ય કારિગરીના પ્રતાપે હોસ્પીટલમાં શરદી-ઉધરસના, ઝાડા-ઉલ્ટીના અથવા તાવ જેવી સામાન્ય બીમારીના કેસો નોંધાય તે?
પાલિકા તંત્રના પાપે શહેરમાં નવરાત્રીના તહેવાર સમયે મચ્છરજન્ય રોગચાળો બેકાબુ બનવાની રાહ જોઈને ઉભો છે, શહેરમાં જાણે મચ્છર રાસ રમાઇ રહ્યા હોય તેમ ડેંગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયાના મચ્છરો ભ્રષ્ટાચાર છાવરવાના ઉત્સવો મનાવી રહ્યા છે.
આરોગ્યના ખાનગી સૂત્રો પાસેથી જાણવા મળે છે કે રોગચાળા દ્રારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોચી વળવા માટે નગરપાલિકા દ્રારા ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા હોવાનું દેખાય છે પરંતુ વાહક નિયંત્રણની કામગીરીમાં પોરાનાશક કામગીરી હેઠળ કોઈ ઘરોમાં પોરાનાશક કામગીરી હ્જુ સુધી કરાઇ નથી કે ઘરોમાં ફોગીંગ કામગીરી શરૂ કરાઈ નથી !
સૂત્રોએ ઉમેયુ હતું કે ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળતા હોય તે જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામીને સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરુદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ નથી.
રહેણાંક સિવાય બાંધકામ પરવાનગીની મંજૂરી પહેલા સૂચિત પ્રીમાઇસીસ જેમાં બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ઘાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરેમાં મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરી રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ બદલ નોટીસ આપવી જોઈએ.
આથી પાલિકા તંત્રએ સત્વરે જાહેર માર્ગો, શહેરનો ગીચ વિસ્તાર તેમજ ખુલ્લા પડેલા પ્લોટમાં સત્વરે ફોગીંગ કરાવવું જોઈએ તેમજ સફાઈ બાદ ગંદકીના ઢેર જો ત્યાં ને ત્યાં પડ્યા હોય તો તેનો ઝડપી નિકાલ કરવો જોઈએ.