કેજરીવાલ બાદ મનીષ સિસોદિયાને પણ હર્ટિંગ નો ભોગ બનવું પડ્યું
ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે,ત્યારે આમ આદમી પાર્ટી સત્તાના શિખર સર કરવા તમામ શકય પ્રત્યન કરી રહી છે. સૌરાષ્ટ્ર્ર બાદ હવે ઉતર ગુજરાતમાં પકડ મજબૂત કરવાઆપ મથામણ કરી રહી છે. દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા હાલ ઉતરગુજરાતમાં ૬ દિવસની યાત્રા પર છે. ત્યારે આજે તેઓ પહેલા નોરતાએ માં અંબાના દર્શન કરવા અંબાજી પહોંચ્યા હતા. પરંતુ કેજરીવાલ બાદ મનીષ સિસોદિયાનેપણ મોદી સામનો કરવો પડો છે.અંબાજી મંદિરમાં દર્શન કર્યા બાદ પરત ફરતા સમયે લોકોએ મોદી–મોદીના નારા લગાવ્યા હતા.
આ પહેલા કેજરીવાલ ચૂંટણી પ્રચાર માટે વડોદરા એરપોર્ટ પહોંચ્યા હતા, પરંતુ અહીં એક વિચિત્ર ઘટના જોવા મળી હતી. કેજરીવાલનું સ્વાગત કરવા આવેલા કેટલાક કાર્યકરોએ તેમના આગમન પર મોદી–મોદી ના નારા લગાવવાનું શ કરી દીધું હતું. આ જોઈને ત્યાં ઊભેલા આમ આદમી પાર્ટીના અન્ય કાર્યકરો પણ ચોંકી ગયા હતા. ઉતાવળમાં તેણે કેજરીવાલ–કેજરીવાલના નારા પણ લગાવવા માંડા. આ જોઈને અરવિંદ કેજરીવાલ ત્યાંથી હસતા હસતા ચાલ્યા ગયા હતા.