‘ડેમોક્રેટિક આઝાદ પાર્ટી’: ગુલામ નબી આઝાદે કર્યું નવી પાર્ટીનું એલાન

ગુલામ નબી આઝાદે આજે પોતાની પાર્ટીના નામનું એલાન કર્યું છે. તેમણે પોતાની પાર્ટીનું નામ ‘ડેમોક્રેટિક આઝાદ પાર્ટી’ રાખ્યું છે. આઝાદે 26 ઓગષ્ટના રોજ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું હતું. ત્યારબાદ તેમણે કહ્યું હતું કે, તેઓ ટૂંક સમયમાં નવી પાર્ટીના નામની ઘોષણા કરશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, તેમની પાર્ટીની વિચારધારા આઝાદ હશે. રવિવારે જ ગુલામ નબી આઝાદ શ્રીનગર પહોંચ્યા હતા. તેઓ 27 સપ્ટેમ્બર સુધી ત્યાં જ રહેશે. ત્યારબાદ તેઓ દિલ્હી જવાના છે.

આઝાદે કહ્યું હતું કે, તેમની પાર્ટીમાં ધર્મ નિરપેક્ષ લોકો જ સામેલ થઈ શકે છે. તેમણે પાર્ટીમા નામને લઈને જનતા પાસેથી પણ સૂચનો માંગ્યા હતા. શ્રીનગરની મુલાકાત દરમિયાન પણ તેમણે સમર્થકો સાથે પાર્ટીના નામને લઈને મંથન કર્યુ હતું અને ત્યારબાદ હવે પ્રેસ કોન્ફરન્સ કરીને નવી પાર્ટીનું એલાન કરી દીધું છે.