ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. તે સાથે જ કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે આવી છે. ચૂંટણી પંચની ટીમે ભાજપ અને કોંગ્રેસ સાથે બેઠક યોજી હતી અને બંને પક્ષ દ્વારા કેટલીક રજૂઆતો કરવામાં આવી છે. ત્યારે આ બધા વચ્ચે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે ચૂંટણીની તારીખો અંગે મહત્વનું નિવેદન આપ્યું છે.
પાટીલે વિધાનસભા ચૂંટણી નવેમ્બરના અંતમાં જ, 10-12 દિવસ વહેલી યોજાવાની શક્યતા દર્શાવી