ભાણવડમાં યુવાન ઉપર હુમલો કરતાં ચાર સામે ફરિયાદ

ભાણવડમાં રહેતા નરેશભાઈ વાઘેલા નામના યુવાન સાથે બાઈક ચલાવવા બાબતે બોલાચાલી થયા પછી ભાણવડના વિજયપુર વિસ્તારમાં રહેતા નિઝામ હાસમ હિંગોરા, અલ્ફાઝ સુમાર હિંગોરા, અજીમ યુનુસ હિંગોરા તથા અન્ય એક અજાણ્યા શખ્સે મળી, રાત્રિના 11 વાગ્યાના સમયે વેરાડ નાકા પાસે નરેશભાઈનો કોલર પકડી બિભત્સ ગાળો કાઢી, નરેશભાઈ તથા તેમના ભાઈ સાહેદ કુંદનભાઈ વિગેરે સાથે ગાળા-ગાળી કરી ઢીકા-પાટુનો માર માર્યો હતો. આટલું જ નહીં આરોપી નિઝામે કુંદન વાઘેલાને પાવડા વડે બેફામ માર મારી, ઈજાઓ કર્યાની ધોરણસર ફરિયાદ કુંદન મનજીભાઈ પરબતભાઈ વાઘેલા (ઉ.વ. 21) એ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવી છે.

આ બનાવ અંગે ભાણવડ પોલીસે આઈપીસી કલમ 323, 324, 504, 114 તથા જી.પી. એક્ટની કલમ ઉપરાંત એટ્રોસિટી એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરી દ્વારા હાથ ધરવામાં આવી છે.