અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિઝે સુકેશ કેસ માં ધરપકડ થી બચવા વચગાળાનાં જમીન મેળવ્યા છે.
જેક્લિન આજે દિલ્હીની પતિયાલા કોર્ટમાં હાજર થઈ હતી અને તેણે જામીન અરજી કરી હતી. અદાલતે તેના રેગ્યુલર જામીનનો ફેંસલો નાં થાય ત્યાં સુધી તેના વચ ગાળાનાં જામીન મંજૂર કર્યા હતા. આથી, હાલ તત્કાળ જેક્લિનની ધરપકડ નહિ થાય.
સુકેશ ચંદ્રશેખર દ્વારા 215 કરોડની ખંડણીના કેસમાં રજૂ થયેલા પૂરક ચાર્જશીટમાં ઇડી દ્વારા જેક્લિનને સહ આરોપી દર્શાવવામાં આવી છે. આથી તેની ધરપકડ તોળાઇ રહી હોવાથી તેના માટે જામીન મેળવવા જરૂરી બન્યા હતા.
તાજેતરમાં જ દિલ્હી પોલીસ દ્વારા પણ આં કેસમાં બે વખત જેક્લિનની પૂછપરછ કરવામાં આવી હતી.