પોરબંદર અને કુતિયાણામાં યુવા ભાજપ દ્વારા મેરેથોન યોજાઈ,

જનસંઘના સ્થાપક પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના અંત્યોદયના વિચારને ચરીતાર્થ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હંમેશા ગરીબ, વંચિત, દલિત, આદીવાસી,પછાત અને ખેડૂતોના કલ્યાણ અને સર્વાંગિ વિકાસ થકી સમગ્ર દેશમાં ગુજરાત રોલ મોડલ ઉભુ કર્યુ છે. હાલ ભારતના વડાપ્રધાન તરીકેના કાર્યકાળમાં તમામ ક્ષેત્રે વણથંભ્યા વિકાસને તીવ્ર ગતિમાન સાથે સમગ્ર વિશ્વમા ભારતની એક આગવી છબી ઉભી કરી ટુંકા ભવિષ્યમાં ભારતને વિકંસિત દેશની શ્રુંખલામાં સ્થાપિત કરવા માટે સંકલ્પીત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ માટે પ્રતિબધ્ધ છે.

ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17/9 થી 02 ઓકટોબર ગાંધી જયંતિ દરમિયાન પ્રદેશ ભાજપની યોજનાનુસાર વિવિધ સેવાકીય કાર્યો વડે સેવા પખવાડિયા તરીકે ઉજવવામાં આવી રહી છે. તે અંતગર્ત પ્રદેશ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ્ ડો.પ્રશાંત કોરાટની અધ્યક્ષતામાં રાજયભરમાં તમામ જિલ્લામાં વિધાનસભા સીટીદીઠ અને મહાનગરમાં ભાજપ યુવા મોરચા દ્વારા રન ફોર મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.

પોરબંદર શહેરના કમલાબાગથી ચોપાટી સુધી આ મેરેથોન યોજાઈ હતી. જેમા નાના બાળકોથી લઈ સૌ કોઈ શહેરીજનો જોડાયા હતા. મેરેથોનમાં પ્રથમ 3 ક્રમે આવનાર યુવાનો અને યુવતીઓને તેમજ બાળકોને ઘડિયાળ સ્મૃતિચિહ્નન રૂપે ગિફ્ટ આપીને પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા.

આ ઉપરાંત કુતિયાણામાં પણ આ રન ફોર ડેવલોપમેન્ટ મેરેથોન 2022 સફળતાપૂર્વક યોજાઈ હતી. જેમાં ગ્રામ્યપંથકના આગેવાનો, કાર્યકરો, ગ્રામજનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ મોઢવાડીયા, મહામંત્રી અશોક મોઢા, મંત્રી નિલેશ બપોદરા, રેફરી સુરેશ સિકોતરાના માર્ગદર્શન હેઠળ ભાજપ યુવા મોરચા દ્વારા રન ફોર ડેવલોપમેન્ટ મેરેથોન 2022નું આયોજન પોરબંદરમાં કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં પોરબંદરની સામાજિક, સેવાભાવી સંસ્થાઓ, વિદ્યાર્થી મિત્રો, યુવાનો સહીત યુવતીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.