દેવભૂમિ દ્વારકાના જિલ્લા કલેકટર એમ. જે પંડ્યા આવતીકાલે ભાણવડમાં

જિલ્લા કલેકટર જિલ્લાના ચૂંટણી ઓફિસર હોવાના નાતે ભાણવડ શહેરના ખરાવાડ વિસ્તાર ના બુથ નંબર ૨૭૫ અને ૨૭૭ ની મુલાકાત લેનાર છે, અત્રે ઉલ્લેખનીય છે આ બંને બુથ અતિ સંવેદનશીલ બુથની માન્યતા ધરાવતા હોય તેમજ ચૂંટણી આયોગની કડક સૂચના મુજબ સંવેદનશીલ બુથોની સમીક્ષા જિલ્લા ચૂંટણી અધિકારીએ કરીને યોગ્ય પગલા ભરવાની જોગવાઈ છે.

બુથ નંબર ૨૭૫ અને ૨૭૭ અગાઉ ૧૯૯૭ ના સમયથી સંવેદનશીલ બુથ તરીકે ખ્યાતિ પામ્યા છે, નોંધનીય છે કે ૧૯૯૭ માં ભાજપના ઉમેદવાર ભાણવડ વિધાનસભા સીટ પરથી જીત્યા હતા.