છેલ્લા 2 વર્ષથી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પોતાના ઘરની બહાર નથી નીકળ્યા. તેઓ 2 વર્ષથી પોતાના બેઈજિંગ ખાતેના ઘરમાં જ છે અને કોઈ વૈશ્વિક નેતા સાથે મુલાકાત પણ નથી કરી રહ્યા. ઉપરાંત તેઓ ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટી (CCP)ના કોઈ અગ્રણી નેતાને પણ નથી મળી રહ્યા.
જોકે 14મી સપ્ટેમ્બરના રોજ આખરે તેઓ પોતાના કોચલામાંથી બહાર આવ્યા હતા અને ઉઝબેકિસ્તાનના સમરકંદ ખાતે શાંઘાઈ સહયોગ સંગઠનમાં (SCO 2022) હાજર રહ્યા હતા. આશરે 2 વર્ષના વિરામ બાદ તેઓ સમરકંદ ખાતે 22મી એસસીઓ સમિટમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. જોકે એસસીઓના પાયાના સભ્ય હોવા છતાં પણ તેમણે સમિટમાં કોઈ સક્રિય ભાગીદારી નહોતી દાખવી. સમિટના ઉદ્ઘાટન પ્રસંગે તેમણે કોઈ યાદગાર સંબોધન પણ નહોતું આપ્યું અને નરેન્દ્ર મોદી, વ્લાદિમીર પુતિન સહિતના કોઈ દિગ્ગજ નેતાને પણ નહોતા મળ્યા.
Rumors are swirling across the internet of a military coup in China and that Xi Jinping is under arrest after CCP seniors removed him as head of the PLA. Is the massive cancellation of flights in China just a military exercise, or is there something more to it? 🧐 pic.twitter.com/VDyQZacM2T
— Theresa Fallon (@TheresaAFallon) September 23, 2022
એક અહેવાલ પ્રમાણે બેઈજિંગમાં, જિનપિંગ સાથે તેમના ઘરે જે બની રહ્યું છે તે આખી દુનિયાને હચમચાવી શકે છે. જે લોકો જિનપિંગને ફરી સત્તામાં જોવા ઈચ્છે છે તેમની જિનપિંગ ત્રીજી વખત પણ રાષ્ટ્રપતિ બને તેવી આશાઓ પર પાણી ફરી વળે તેવી શક્યતા છે.
ચીનના સોશિયલ મીડિયામાં એવા અહેવાલોએ જોર પકડ્યું છે કે, બેઈજિંગ હાલ સૈન્યના તાબામાં છે. એક રીતે શહેરનો વિશ્વ સાથેનો સંપર્ક પણ કપાઈ ચુક્યો છે.
ચીનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હુ જિન્તાઓ અને ચીનના પૂર્વ વડાપ્રધાન વેન જિયાબાઓએ સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ સભ્ય સોંગ પિંગને સમજાવીને ફરી સેન્ટ્રલ ગાર્ડ બ્યુરો (CGB)નો કંટ્રોલ મેળવી લીધો છે.
CGB એ કોમ્યુનિસ્ટ પાર્ટીના પોલિટિકલ બ્યુરોની સ્ટેન્ડિંગ કમિટીના સદસ્યોને તથા CCPના નેતાઓને ગાઢ સુરક્ષા આપવાનું કામ કરે છે. આ કમિટી શી જિનપિંગને સુરક્ષા આપવા માટે પણ જવાબદાર છે.
જિનપિંગને એરપોર્ટ પરથી જ કસ્ટડીમાં લેવામાં આવ્યા
જિન્તાઓ અને જિયાબાઓએ ફરી CGBનો કંટ્રોલ મેળવ્યો તે સાથે જ બેઈજિંગની સેન્ટ્રલ કમિટીના સદસ્યોને ફોન દ્વારા જાણ કરી દેવામાં આવી હતી. તે ક્ષણે જ ઓરિજનલ સ્ટેન્ડિંગ કમિટિએ જિનપિંગનો સૈન્ય અધિકાર પણ છીનવી લીધો હતો. 16મી સપ્ટેમ્બરના રોજ જિનપિંગ બેઈજિંગ પરત ફર્યા ત્યારે એરપોર્ટ પર જ તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને હાલ તેઓ નજરકેદમાં હોવાની શક્યતા છે.
આ તમામ વર્તમાન સ્થિતિ જિન્તાઓના કંટ્રોલમાં છે. છેલ્લા 10 દિવસથી પૂરી ગોપનીયતા સાથે બંધ બારણે રાજકીય બેઠકોનો દોર ચાલી રહ્યો છે.
8મી સપ્ટેમ્બરના રોજ બે વાઈસ ચેરમેનની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી. જિનપિંગ સમરકંદ પહોંચ્યા ત્યારે જિન્તાઓ અને જિયાબાઓ સોંગ પિંગને મળ્યા હતા અને તેમને ત્રીજી વખત સત્તામાં આવવા માટે તત્પર જિનપિંગને કચડી નાખવા માટે સમજાવ્યા હતા. સોંગ પિંગ તે માટે તૈયાર થઈ ગયા હતા અને જિનપિંગની તેમના પોતાના જ CGB ગાર્ડ્સે અટકાયત કરી લીધી હતી.
ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓને એવી આશંકા હતી કે જિનપિંગને નજરકેદમાં લેવાથી તેમના વફાદાર લોકો રોષમાં આવશે. આ કારણે પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ના જનરલ, કમાન્ડર લિ કિઆઓમિંગ (Li Qiaoming) સતર્ક બની ગયા હતા અને તેમણે બેઈજિંગને લશ્કરી કિલ્લામાં ફેરવી દીધું છે.
આશરે 80 કિમી જેટલા લાંબા કાફલાએ બેઈજિંગમાં પ્રવેશ કર્યો હતો અને શહેરમાં પ્રવેશવા માટેના તમામ રસ્તાઓને બંધ કરી દીધા હતા. એક અહેવાલ પ્રમાણે PLA તમામ હાઈવે બ્લોક કરી રહ્યું છે અને દેખાવકારોની અટકાયત કરવામાં આવી હોવાનું પણ જણાવાઈ રહ્યું છે.
#PLA military vehicles heading to #Beijing on Sep 22. Starting from Huanlai County near Beijing & ending in Zhangjiakou City, Hebei Province, entire procession as long as 80 KM. Meanwhile, rumor has it that #XiJinping was under arrest after #CCP seniors removed him as head of PLA pic.twitter.com/hODcknQMhE
— Inconvenient Truths by Jennifer Zeng 曾錚真言 (@jenniferzeng97) September 23, 2022
રશિયાએ કર્યો મદદનો પ્રયત્ન
રશિયન ઈન્ટેલિજન્સને જ્યારે બેઈજિંગની રાજકીય અશાંતિનો અંદેશો આવ્યો એટલે રશિયાના એનર્જી જાયન્ટ ગઝપ્રોમે થોડીક ક્ષણો માટે પાવર ઓફ સાઈબેરિયા પાઈપલાઈન દ્વારા રશિયા ચીનને જે ગેસ મોકલે છે તેને અટકાવી દીધું હતું. રશિયાએ તેને સુનિશ્ચિત જાળવણી કાર્ય તરીકે દર્શાવવા પ્રયત્ન કર્યો હતો પરંતુ તે શી જિનપિંગના સમર્થનમાં દેખાવોને વધુ ઉગ્ર બનાવવા કરવામાં આવ્યું હોવાનું તારણ પણ નીકળી રહ્યું છે.
6,000થી વધુ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ રદ્દ થઈ
ચીનના લોકો છેલ્લા 2 દિવસથી સોશિયલ મીડિયામાં બેઈજિંગ એરપોર્ટે 6,000થી પણ વધારે ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ રદ્દ કરી હોવાનું જણાવી રહ્યા છે. તે સિવાય હાઈ સ્પીડ રેલ દ્વારા જે ટિકિટોનું વેચાણ કરવામાં આવેલું તેને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે અને આગળ કોઈ સૂચના ન મળે ત્યાં સુધી રેલવે સંપૂર્ણપણે બંધ છે. જોકે થોડા સમય બાદ ચાઈનીઝ સિવિલ એવિએશને બોઈંગ મેક્સ એરક્રાફ્ટ ધરાવતી એરલાઈન્સને તેમની સેવા ફરી કાર્યરત કરવા સૂચના આપી હતી.
𝐁𝐈𝐆 𝐁𝐑𝐄𝐀𝐊𝐈𝐍𝐆
Xi Jinping likely removed from Chairman of the Military Commission's post under the shadow of a Military coup.Xi is rumored to have undergone a military coup. #PLA special forces gathered at Shenyang Military airport under the orders of Li
Qiaoming. pic.twitter.com/XN609vwDhD— Nepal Correspondence (@NepCorres) September 23, 2022