સૌરાષ્ટ્રના વધુ 25 PSI બદલાયા, મોડી સાંજે બદલીઓ

ગુજરાત વિધાનસભાની ચુંટણીને અનુલક્ષીને આચારસંહિતા લાગુ પડે તે પહેલા પીએસઆઈથી લઈ આઈપીએસ અધિકારીઓની બદલીઓનો દોર છેલ્લા ઘણા સમયથી શરૂ છે જેમાં આજે રાજયના વધુ 169 પીએસઆઈની બદલીના હુકમો કરાયા હતા. સૌથી વધુ રાજકોટ શહેરમાંથી 6, અમરેલી અને જામનગરમાંથી 4-4 પીએસઆઈ બદલી નખાયા છે.  રાજકોટ શહેરમાંથી પીએસઆઈ મેહુલ જેરામભાઈ રાઠોડ, રાઘવ સવજીભાઈ સાકડીયા, વિજય છોટાલાલ પરમાર, વિપુલસિંહ માનસિંહ ડોડીયા, ભરત ભીખુભાઈ કોડીયાતર અને રામભાઈ નારણભાઈ હાથલીયાની બદલી કરવામાં આવી છે.

અમરેલીથી દીપીકાબેન બાબુભાઈ ચૌધરી, રાજાભાઈ કાનાભાઈ કરમટા, પૃથ્વીરાજસિંહ નરેન્દ્રસિંહ મોરી અને ધવલ ચંદુભાઈ સાકરીયાની, જામનગરથી સંદિપ મણીલાલ રાદડીયા, રાહુલ અભેસીંગ વાઢેર, ચંદ્રેશ મોહનલાલ કાટેલીયા અને નિશાંત વિશ્ણુંદાસ હરીયાણીની બદલી કરવામાં આવી છે.  મોરબીથી હરીભાઈ માનાભાઈ પટેલ, ભુપતસિંહ દાનસિંહ જાડેજા અને વાલીબેન ભુપતભાઈ પીઠીયાની બદલી કરવામાં આવી છે.  સુરેન્દ્રનગરથી સુરેશ બાબુભાઈ સોલંકી, મહાવિરસિંહ હેમંતસંગ સોલંકીની, ગીર સોમનાથથી મુકેશ કલ્યાણભાઈ મકવાણાની, પોરબંદરથી હરદેવસિંહ ચંદ્રસિંહ ગોહિલ અને વિજયભાઈ રણછોડભાઈ ચોસલાની બદલી કરવામાં આવી છે. જુનાગઢના આનંદ ભુપેન્દ્રભાઈ દંતાણી અને રાજકોટ રૂરલના રામભાઈ કાનાભાઈ ચાવડાની બદલીનો સમાવેશ થાય છે.