આરોગ્ય કર્મીઓને ઉચ્ચક પગાર વધારાની લોલીપોપ જાહેર કરતી રાજ્ય સરકાર

રાજ્યમાં આરોગ્યકર્મીઓને લઇ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણ કર્યો છે. આરોગ્ય અને પંચાયત વિભાગના હેલ્થ વર્કર કર્મચારીઓના પગારમાં માસિક રૂ.૪ હજારનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી હતી. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતુ કે, ટ્રાવેલ્સ એલાઉન્સ અને 130 દિવસના રજા પગાર આપવામાં આવશે. આવતીકાલથી સેવા પર પરત ફરવા સરકારે આરોગ્ય કર્મચારીઓને વિનંતી કરી હતી.

આંદોલન પર ઉતરેલા આરોગ્યકર્મીઓને લઇ રાજ્ય સરકારે  મહત્વનો નિર્ણય કર્યો છે. આ અંગે સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરતાં કહ્યું કે આરોગ્યકર્મીઓને રૂ.4 હજારનો ઉચ્ચક પગાર વધારો મળશે. ટ્રાવેલ્સ એલાઉન્સ અને 130 દિવસના રજા પગાર અપાશે. બે દિવસમાં રાજ્ય સરકાર માંગણી સ્વીકારવાનો ઠરાવ કરશે.આ જાહેરાત કરતાં સરકારે આરોગ્ય કર્મચારીઓને સેવા પર પરત ફરવા વિનંતી કરી છે.

– હેલ્થ વર્કર કર્મીઓને 130 દિવસનો કોવિડ ડયુટીનો રજા પગાર અપાશે

– PTA ફેરણી ભથ્થા અંગેની આ કર્મચારી મંડળની માંગ સ્વીકારીને 8 કિ.મીની મર્યાદા દૂર કરાઈ

– સાતમા પગાર પંચ મુજબના ભથ્થાના લાભ સહિતના તાજેતરમાં કર્મચારીહિતલક્ષી લેવાયેલા નિર્ણયો અંતર્ગત ઠરાવો આગામી ત્રણ દિવસમાં થઈ જશે

– આ કર્મચારીઓ ફરજ પર ગેરહાજર હોવાથી રાજ્યના ગરીબ અને જરૂરતમંદ નાગરિકોને આરોગ્યલક્ષી સેવાઓમાં અસર થઈ રહી છે : આવતી કાલથી જ ફરજ પર જોડાઈ જવા મંત્રીની અપીલ